આમિર ખાનની 'સિતારે ઝમીન પર'ની ધીમી શરૂઆત બાદ વિકેન્ડમાં ચમકી
'સિતારે ઝમીન પર'ની પ્રથમ દિવસની બોક્સ ઓફિસની કમાણી રૂ. 10.7 કરોડ, પોઝિટિવ રિવ્યુ બાદ વધુ ઓડિયન્સ આકર્ષણ જોવા મળ્યું અને વિકેન્ડ કમાણીમાં ફિલ્મે જોર પક ...

સિતારે ઝમીન પર બોકસ ઓફિસ પર ચમકી

સિતારે ઝમીન પર બોકસ ઓફિસ પર ચમકી
આમિર ખાનની 'તારે ઝમીન પર' ફિલ્મની સફળતા પછી હવે તેની આધ્યાત્મિક સિક્વલ 'સિતારે ઝમીન પર' આવી છે. આ ફિલ્મમાં આમિર ખાન એક બાસ્કેટબોલ કોચની ભૂમિકામાં છે જે બૌદ્ધિક વિકલાંગ ખેલાડીઓની ટીમને તાલીમ આપે છે.
ફિલ્મની પ્રથમ દિવસીય કમાણી:
આમિર ખાનની ફિલ્મ 'સિતારે ઝમીન પર'ની પ્રથમ દિવસની બોક્સ ઓફિસની કમાણી રૂ. 10.7 કરોડ હતી જે આ વર્ષની અન્ય ઓપનિંગ હિટ કરતાં ઘણી ઓછી હતી. આ વર્ષની સૌથી મોટી ફિટ ફિલ્મ છાવાની પ્રથમ દીવસની કમાણી રૂ. 31 કરોડની હતી. ફિલ્મ છાવાની સરખામણીએ 'સિતારે ઝમીન પર'ની શરૂઆત ઘણી ઠંડી ગણાવી શકાય.
ફિલ્મની પ્રથમ વિકેન્ડ કમાણી:
શરૂઆત ઠંડી હોવા છતાં વિકેન્ડ કમાણીમાં ફિલ્મે જોર પકડયું હતું. 'સિતારે ઝમીન પર' ફિલ્મે શનિવારે રૂ. 20.2 કરોડની કમાણી કરી હતી અને રવિવારે રૂ. 29.22 કરોડની કમાણી કરી હતી. વિકેન્ડ ઉપર આ ફિલ્મની કમાણી ક્રમશઃ 88.79 % અને 44.65% જેટલી આગળ વધી હતી.
ફિલ્મના પોઝિટિવ રિવ્યુ બાદ વધુ ઓડિયન્સ આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ 3 ભાષામાં રજૂ થઈ છે હિન્દી ભાષામાં ફિલ્મે 50% જેટલી ઓડિયન્સ આકર્ષી છે જ્યારે તમિલમાં 41.59% અને તેલુગુમા 21.92% ઓડિયન્સનો ધસારો જોવા મળ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.