સુનીલ ગ્રોવરની મિમિક્રી પર આમિર ખાનનું રિએક્શન
કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરને આમિર ખાનના અંદાજમાં જોઈ ખુદ મિસ્ટર પરફેક્ટનિસ્ટ પણ હસ્યાં

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર
નેટફ્લિક્સ પર લોકપ્રિય બનેલા 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં ફરી એકવાર હાસ્યનું ઘોડાપૂર આવ્યું છે. આ વખતે સુનીલ ગ્રોવરે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની એવી અદભૂત મિમિક્રી કરી છે કે તે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ખુદ આમિર ખાને પણ આ પ્રદર્શન જોઈને આશ્ચર્ય અને ખુશી વ્યક્ત કરી છે.
આમિર ખાન પણ થયા કાયલ :
તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન આમિર ખાને સુનીલ ગ્રોવરના અભિનયના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે આ મિમિક્રી એટલી આબેહૂબ હતી કે તેને એવું જ લાગ્યું જાણે તે પોતાને જ જોઈ રહ્યો હોય. આમિરે વધુમાં ઉમેર્યું કે આ વીડિયો જોતી વખતે તે એટલું હસ્યો હતો કે તેનો શ્વાસ રોકાઈ ગયો હતો. સુનીલ ગ્રોવરની કલાને અણમોલ ગણાવતા આમિરે ટૂંક સમયમાં જ આખો એપિસોડ જોવાની ખાતરી આપી છે.
મજેદાર વાયરલ વીડિયો :
કપિલ શર્માના શોની એક ક્લિપ અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન મહેમાન તરીકે જોવા મળે છે. સુનીલ ગ્રોવર આમિર ખાનના લૂકમાં કાર્તિકને તેના લગ્ન વિશે સવાલ કરે છે. આ દરમિયાન થતી રમૂજી વાતચીત અને સુનીલના હાવભાવ જોઈને કાર્તિક આર્યન અને કપિલ શર્મા સહિતના તમામ લોકો ખડખડાટ હસી પડે છે.
સુનીલ ગ્રોવરની આ અનોખી પ્રતિભાએ ફરી સાબિત કરી દીધું છે કે તે કોમેડીનો બાદશાહ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ સુનીલ અને આમિર ખાન વચ્ચેના આ પરોક્ષ સંવાદને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?