જીવનના પડાવને સ્પર્શતું પરિવારીક નાટક: ‘જયશ્રી કૃષ્ણ Darling’
હ્રદયસ્પર્શી સંવાદ અને જીવંત અભિનય – ગુજરાતી થિયેટરનો ઉમદા પ્રયાસ

નાટકની તસ્વીરો

નાટકની તસ્વીરો
નાટ્ય: જયશ્રી કૃષ્ણ Darling
નાટ્ય પ્રકાર: હાસ્યપ્રદ અને ભાવનાત્મક
નાટકનું વર્ણન:
વર્તમાન સમયના પારિવારિક માહોલ અને મઘ્યમ વર્ગના લોકોના જીવનની વાસ્તવિકતા રજુ કરતું, હાસ્ય અને ભાવનાઓનું જીવનમાં સમન્વય દર્શાવતું એક નાટક છે.નાટકમાં શરૂઆતથી જ ઘણું હાસ્ય અને મનોરંજન જોવા મળશે.આપણા દેશના બહુ સંખ્યક વિસ્તારોમાં હજી વીજળી અને પાણીની સમસ્યાઓ યથાવત છે પણ વડાપાંવ અને અનલિમિટેડ ઈન્ટરનેટ સાથેના સ્માર્ટ ફોનની અસર ગ્રામ્ય જીવન પર કેવી થયી છે તે જોવા મળશે.એક મધ્યમ વર્ગની વ્યક્તિના જીવનમાં કેટલા ઉતાર ચડાવ આવે છે, જેમાં સપના, લાગણીઓ, સંબંધો અને જવાબદારીઓની વચ્ચે વીતી જતા સમયને આપણે આ નાટકમાં અનુભવી શકીયે છીએ.
જીવનના એક પડાવે પહોંચ્યા બાદ જયારે સમજાય છે કે હવે જીવી લેવું જોઈ એ ત્યારે ક્યાંક સમય ,સ્વાસ્થ્ય અને આપણા લોકોનો સાથ ખૂટી જતો હોય છે. જીવન કેટલું અણધાર્યું હોય છે તે આ નાટકમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ અણધાર્યા જીવનચક્રમાં પણ હસતા રડતા જીવી લેવા માટે જ્યાં લોહીના સંબંધ ઓછા પડતા દેખાય તેવા સમય માટેજ ક્યાંક આ કુદરતે મિત્રનું સર્જન કર્યું છે આ વાત પણ નાટકમાં સાર્થક થાય છે. મૃત્યુંનો ડર એજ ક્યાંક વ્યક્તિને એક એક શ્વાસ જીવવા માટે પ્રેરી જતો હોય છે. પોતાની સાથે સાત ફેરા ફરનાર વ્યક્તિ માટે એક ઉછીનો શ્વાસ ખરીદવા બીજો જયારે તેની જાતને ગીરવે મુકવા તૈયાર થઇ જતો હોય એવો અથાગ પ્રેમ તમને અહીં જોવા મળશે.
દિગ્દર્શન:
શરૂઆતથી અંત સુધી નાટક સ્પષ્ટ રીતે એના વિષયને પકડી રાખે છે. દિગ્દર્શક રાજુ પટેલે હાસ્ય અને ભાવનાઓનું સરસ તાલમેલ જાળવી રાખ્યું છે.
સંવાદ વિતરણ (ડાયલોગ ડિલિવરી):
ચેતન દૈયાના બુલંદ અવાજ અને પોતાની બોલવાની આગવી કલા દર્શકોને પકડી રાખે છે. મુકેશ રાવ ઓછા અને ગંભીર સંવાદ સાથે નાટકમાં ભાવનાઓ લાવે છે જયારે હિતેશ ઠાકર એ હાસ્ય ઉમેરતા જોવા મળે છે.અલ્પના મજમુદારના સંવાદમાં સ્પષ્ટતા અને તેમનો અનુભવ છલકાઈ આવે છે.
અભિનય:
નાટકમાં ભાગ ભજવતા બધાંજ કલાકારો અનુભવી છે.ક્યાંય પણ અભિનયમાં ફીકા પણું જોવા નહીં મળે.
વિશિષ્ટતા:
ગુજરાતી ભાષામાં હાસ્યપ્રદ નાટકોનીજ અપેક્ષા વધારે રાખવામાં આવતી હોય છે તેવા સમયમાં ભાવનાઓ અને લાગણીઓથી ભરપૂર એવું સુંદર મજાનું પારિવારિક નાટક સર્જવું એ વિશિષ્ટ છે.
કોણે જોવું ?
નાના બાળકથી લઇ વૃધ્ધો સુધી બધાજ આ નાટક જોઈ શકે છે. જો તમે હોસ્પિટલમાં બીમાર સ્વજનોને સાથ આપવા રાત વિતાવી હોય તો એવી ભૂતકાળની બધીજ ઝાખી પડેલી પળો તાજી થશે અને ક્યાંક આંસુ બની વહી પણ જશે. જો તમે લાગણીસભર વ્યક્તિ હોય તો રૂમાલ લઇ જવાનું ના ભૂલતા. એક વાર પરિવાર સાથે જોવા જેવું નાટક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.