'વશ લેવલ 2' ટ્રેલર રિલીઝ
અજાણ્યા “અંકલ”ના વશમાં 10 છોકરીઓ, 27 ઓગસ્ટે થશે પર્દાફાશ
'વશ લેવલ 2' ટ્રેલર રિલીઝ
'વશ લેવલ 2' ટ્રેલર રિલીઝ
ગુજરાત: ગુજરાતી સિનેમામાં સુપરનેચરલ થ્રિલરનો એક નવો માપદંડ સ્થાપિત કરનાર ફિલ્મ વશ'ની અભૂતપૂર્વ સફળતા બાદ, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હવે તેની સિક્વલ 'વશ લેવલ 2' લઈને આવી રહ્યા છે. કૃષ્ણદેવ યાજ્ઞિક, જે 'છેલ્લો દિવસ', 'શું થયું' અને 'રાડો' જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે, તેમણે 2023માં 'વશ' ફિલ્મથી દર્શકોને ચોંકાવી દીધા હતા. હવે તે જ ડર અને સસ્પેન્સના ઉચ્ચ સ્તર સાથે 'વશ લેવલ 2' સાથે પાછા ફર્યા છે.

ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગની વાર્તા સાથે જોડાયેલો છે અને બાર વર્ષ પછી શરૂ થાય છે. વાર્તામાં અથર્વ તેની પુત્રી આર્યા (જાનકી બોડીવાલા) ને એક વશીકરણથી બચાવવામાં સફળ થાય છે, પરંતુ તેને ટૂંક સમયમાં ખબર પડે છે કે આ વશીકરણ તેને ક્યારેય છોડતું નથી. જેમ જેમ વિચિત્ર ઘટનાઓ ફરી શરૂ થાય છે, તેમ તેમ તેને ફરી એકવાર પોતાની પુત્રીને બચાવવા માટે લડવું પડે છે.
ટ્રેલરમાં એક અનોખો અને હચમચાવી દે તેવો પ્લોટ દર્શાવવામાં આવ્યો છે. વાર્તા ગુજરાતની એક ગર્લ્સ સ્કૂલની સવારથી શરૂ થાય છે. અડધો દિવસ પસાર થતાં જ શાળામાં એક ભયાનક ઘટના બને છે, જ્યાં 10થી વધુ છોકરીઓ એક અજાણ્યા “અંકલ”ના પ્રભાવમાં આવીને શાળાના ટેરેસ પરથી કૂદી પડે છે. અથર્વને આ સમાચાર મળતાં જ તેને 12 વર્ષ પહેલાં તેની પુત્રી આર્યા સાથે બનેલી ઘટના યાદ આવે છે. ટ્રેલર આ પ્રશ્નો સાથે સમાપ્ત થાય છે: શું અથર્વ આ બીજી છોકરીઓને બચાવી શકશે? શું તેઓ વશીકરણથી મુક્ત થઈ શકશે? આ બધા જવાબો ફિલ્મ રિલીઝ થયા બાદ જ મળશે.
કલાકારો, નિર્માતા અને બહુભાષી રિલીઝઆ સુપરનેચરલ હોરર ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી જોવા મળશે. આ ફિલ્મને કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાઈ છે, જ્યારે બિગ બોક્સ સિરીઝના બેનર હેઠળ પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝ સાથેના સહયોગથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે એક મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી. ફિલ્મ મેકર્સે જણાવ્યું કે 'વશ લેવલ 2' હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં વિશ્વભરમાં રિલીઝ થશે, જે ગુજરાતી સિનેમા માટે એક નવો સીમાચિહ્ન સાબિત થશે.
'વશ'ની અપાર સફળતા બાદ, 'વશ લેવલ 2' થી દર્શકો માટે એક નવી, વધુ ગાઢ અને વધુ ડરામણી સફર શરૂ થશે. ટ્રેલરએ જે ડરનું બીજ વાવ્યું છે, તે રિલીઝના દિવસે આખું વટવૃક્ષ બનીને પડદા પર ધૂમ મચાવશે. તૈયાર રહો, કારણ કે 27 ઓગસ્ટ, 2025 ના રોજ, જંગ માત્ર વશ થવાની નહીં... પણ આઝાદ થવાની છે!
'વશ લેવલ 2' ટ્રેલર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રજનીકાંતની ‘જેલર 2’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનો અહેવાલ છે. જાણો ભારતમાં કેટલી કમાણી થઈ, વિદેશી બજારમાં કેવો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટની સંપૂર્ણ વિગતો.

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.