'ધુરંધર' ના વિલનને આતંકીનો રોલ કરતા મળી ધમકી
ટ્રેલર રિલીઝ બાદ એક્ટરને પાકિસ્તાની સમજી લોકોએ આપી ધમકી; વીડિયો વાયરલ

વિલનને આતંકીનો રોલ કરતા મળી ધમકી

વિલનને આતંકીનો રોલ કરતા મળી ધમકી
રણવીર સિંહ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' રિલીઝ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં 'ઝહૂર મિસ્ત્રી' નામના આતંકવાદીનું પાત્ર ભજવનાર એક્ટર વિવેક સિન્હાએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
વિવાદનું કારણ
ફિલ્મના ટ્રેલરમાં વિવેક સિન્હાનો એક ડાયલોગ છે જેમાં તે કહે છે, 'હિન્દુ ખરેખર ડરપોક કોમ છે'. આ ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
ઘણા પ્રેક્ષકોએ વિવેકને વાસ્તવિક જીવનમાં પણ આતંકવાદી અને પાકિસ્તાની સમજી લીધો છે. લોકો તેને "તારું મોઢું આતંકવાદી જેવું જ લાગે છે" અને "સ્ક્રીનમાં ઘૂસીને મારવાનું મન થાય છે" તેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.
એક્ટરે આપી સ્પષ્ટતા
સ્થિતિ ગંભીર બનતા વિવેક સિન્હાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. તેણે કહ્યું, "હું પાકિસ્તાની નથી, હું ઉત્તર પ્રદેશના બિજનૌરનો રહેવાસી છું અને હાલ મુંબઈમાં રહું છું. હું માત્ર એક એક્ટર છું અને ફિલ્મમાં કાલ્પનિક પાત્ર ભજવી રહ્યો છું." વિવેકે વધુમાં ઉમેર્યું કે, લોકોનો આ ગુસ્સો તેમની દેશભક્તિ દર્શાવે છે જેનો તેને આનંદ છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે આ માત્ર એક રોલ છે.
View this post on InstagramA post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આર. માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારો પણ છે. 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દેશભરમાં એડવાન્સ બુકિંગ તેજ ગતિએ થઈ રહ્યું છે. 18 માર્ચથી ફિલ્મના પેઈડ પ્રીવ્યુ શરૂ થવાના છે. વિવાદો છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.