સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 67.14% મતદાન નોંધાયું
બિહાર વિધાનસભાની 122 બેઠકો પર મંગળવારે મતદાન શરૂ થયું, Phase-ll મતદાન તોડી શકે છે રેકોર્ડ

બિહાર 2જી તબક્કાનું મતદાન

બિહાર 2જી તબક્કાનું મતદાન
News Update: 5.38 PM (IST)
સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 67.14% મતદાન નોંધાયુંબીજા તબક્કાના મતદાનમાં તાજેતરના અપડેટ મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 67.14% મતદાન નોંધાયું છે. બિહારમાં પહેલા તબક્કા કરતા બીજા તબક્કામાં વધારે મતદાન જોવા મળી રહ્યું છે. પહેલા તબક્કામાં સમગ્ર દિવસ દરમ્યાન 64 % થી વધારે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં માત્ર સાંજે 5 વાગ્યા સુધીમાં જ 67 ને પાર મતદાન થઈ ચુક્યું છે જે દર્શાવે છે કે બિહારમાં બિજા તબક્કામાં એતિહાસીક મતદાન નોંધાઈ શકે છે, અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન 76.26 % મતદાન કિશનગંજમાં જ્યારે સૌથી ઓછુ મતદાન નવાડામાં 57.11 % નોંધાયુ છે.
News Update: 3.38 PM (IST)
બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 60.40 % મતદાન નોંધાયુંબીજા તબક્કાના મતદાનમાં તાજેતરના અપડેટ મુજબ, બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 60.40% મતદાન નોંધાયું છે. બિહારમાં પહેલા તબક્કા કરતા બીજા તબક્કામાં વધારે મતદાન જોવા મળી રહ્યું છે. પહેલા તબક્કામાં સમગ્ર દિવસ દરમ્યાન 64 % થી વધારે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં માત્ર 3 વાગ્યા સુધીમાં જ 60 ને પાર મતદાન થઈ ચુક્યું છે જે દર્શાવે છે કે બિહારમાં બિજા તબક્કામાં ઐતિહાસીક મતદાન નોંધાઈ શકે છે, અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન 66 % મતદાન કિશનગંજમાં જ્યારે સૌથી ઓછુ મતદાન નવાડામાં 53.17 % નોંધાયુ છે.
News Update: 1.33 PM (IST)
બીજા તબક્કાના મતદાનમાં તાજેતરના અપડેટ મુજબ, બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 47.62% મતદાન નોંધાયું છે. બપોર સુધીમાં મતદાન 50 ટકાની નજીક પહોંચ્યો છે. જે દર્શાવી રહ્યું છે કે મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ છે. જેને કારણે સાંજ સુધીમાં નોંધપાત્ર મતદાન થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સૌથી વધારે 51.86 % મતદાન કિશનગંજમાં જોવા મળી રહ્યું છે જ્યારે સૌથી ઓછુ મતદાન મધુબનીમાં 43.39 % ટકા જોવા મળી રહ્યું છે.
News Update: 11.45 AM (IST)
સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 31.38% મતદાન નોંધાયુંબીજા તબક્કાના મતદાનમાં તાજેતરના અપડેટ મુજબ, સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 31.38% મતદાન નોંધાયું છે. આ આંકડો મતદારોમાં વધેલા ઉત્સાહને દર્શાવે છે, કારણ કે આ ટકાવારી પહેલા તબક્કામાં આ જ સમય સુધી થયેલા મતદાન કરતાં 3% વધુ છે. રાજ્યભરમાં મતદારો લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
News Update: 9.52 AM (IST)
બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 14.55% મતદાનબીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 14.55% મતદાન નોંધાયું છે. જોકે, આ મતદાન વચ્ચે બગહામાં વિરોધ થઈ રહ્યો છે. બગહામાં લગભગ 15,000 મતદારોએ પાણી, રસ્તા અને પુલ જેવી પાયાની સુવિધાઓની માંગણી સાથે મતદાનનો બહિષ્કાર કર્યો. આ ઘટના સ્થાનિક લોકોમાં વિકાસના મુદ્દાઓ પ્રત્યેનો આક્રોશ દર્શાવે છે અને દર્શાવે છે કે તેઓ પોતાની માંગણીઓ પર ધ્યાન દોરવા માટે લોકશાહીના સૌથી મોટા અધિકારનો ઉપયોગ કરવાથી પણ દૂર રહ્યા છે.
News Update: 8.56 AM (IST)
વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ મતદાનની કરી અપીલવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના CM નીતિશ કુમાર સહિત અનેક નેતાઓએ મતદારોને મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ 'X' પર લખ્યું કે, તમામ મતદારો વધતી સંખ્યામાં ભાગીદાર બનીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે, ખાસ કરીને પહેલીવાર વોટ આપનારા યુવાનોને પ્રેરિત કર્યા. મુખ્યમંત્રી નીતિશ કુમારે મતદાનને માત્ર અધિકાર નહિ પણ દાયિત્વ ગણાવ્યું અને "પહેલા મતદાન, પછી જળપાન!" સૂત્રને પુનરાવર્તિત કર્યું. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ પણ આ વિકાસલક્ષી પગલામાં ભાગ લેવા માટે મતદારોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે, તેમનો એક વોટ સુશાસન, વિકાસ અને બિહારના ભવિષ્યની દિશા નક્કી કરશે.
ભાજપના સાંસદ સંજય જયસ્વાલ અને તેમના પત્ની ડૉ. મંજુ જયસ્વાલે બેત્તિયામાં સરકારી આદર્શ વિપિન મિડલ સ્કૂલ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન કર્યા પછી, સાંસદ સંજય જયસ્વાલે લોકોને બિહારનું ભવિષ્ય અને લોકકલ્યાણકારી યોજનાઓને તેમના મત દ્વારા ચાલુ રાખવા માટે હાકલ કરી. તેમણે જણાવ્યું કે, મતદાને લોકશાહીમાં લોકોની સૌથી મોટી શક્તિ છે.
News Release: 7.37 AM (IST)
બિહાર વિધાનસભા ચૂંટણી: બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂબિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે સવારના 7 વાગ્યે રાજ્યની 122 બેઠકો પર શરૂ થયું છે. મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે અને તેના સાથે બિહારનું રાજકીય યુદ્ધક્ષેત્ર આજે અંતિમ તબક્કે પહોંચશે.

આ તબક્કામાં કુલ 1,302 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 136 મહિલાઓ અને એક તૃતીય લિંગના ઉમેદવારનો સમાવેશ થાય છે. આ તબક્કો મધ્ય, પશ્ચિમ અને ઉત્તર બિહારના વિસ્તારોને આવરી લે છે. આશરે 3.7 કરોડ મતદારો — જેમાં 1.95 કરોડ પુરુષો અને 1.74 કરોડ મહિલાઓ શામેલ છે — 45,399 મતદાન કેન્દ્રો પર મત આપશે, જે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ છે.
ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ, તેમજ કોંગ્રેસના નેતા અજીત શર્મા સહિતના અનેક દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે.
6 નવેમ્બરના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં ઇતિહાસિક 64.66% મતદાન નોંધાયું હતું, જેના આધારે આજના મહત્વપૂર્ણ મુકાબલા પર સૌની નજર છે.
રાજકીય વિશ્લેષકોના મતે, 15 મુખ્ય સ્વિંગ સીટો — બાર્બિઘા, બછવારા, રામગઢ, ભોરે, ચકાઈ, કુરહાણી, ડેહરી, બખરી, મટિહાની, હિલસા, હર્લાખી, ચેનારી, વાલ્મીકીનગર, ગોવિંદગંજ અને વરસલીગંજ — પરિણામોની દિશા નક્કી કરી શકે છે.
આ બેઠકોના મતદારો વારંવાર રાજકીય પ્રવાહો અથવા સ્થાયી લહેરોને પડકારતા રહ્યા છે, જે બંને ગઠબંધનો માટે આ સીટોને નિર્ણાયક બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ