લખીસરાયમાં Dy. CM વિજય સિંહાના કાફલા પર પથ્થરમારો
નારાજ લોકોએ Dy. CMની ગાડી પર ગોબર અને ચપ્પલો ફેંક્યા, પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો..

લખીસરાયમાં ડે. CM વિજય સિંહાના કાફલા પર પથ્થરમારો

લખીસરાયમાં ડે. CM વિજય સિંહાના કાફલા પર પથ્થરમારો
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે 18 જિલ્લાની 121 બેઠકો પર જોરશોરથી ચાલુ છે. બપોરે 1 વાગ્યા સુધી 42.31% મતદાન નોંધાયું છે. જોકે, મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક સ્થળોએ હિંસા અને રાજકીય તણાવ જોવા મળ્યો છે. સૌથી મોટી ઘટના લખીસરાયમાં બની, જ્યાં નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો.
વિજય સિંહાની ગાડી પર ગોબર અને ચપ્પલ
લખીસરાય વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા જ્યારે મતદાન વિસ્તારમાં હતા, ત્યારે લોકોના એક જૂથે તેમની ગાડીને ઘેરી લીધી અને ગોબર તથા ચપ્પલો ફેંકીને 'મુર્દાબાદ'ના નારા લગાવ્યા.
આ ઘટનાથી ગુસ્સે થયેલા વિજય સિંહાએ મીડિયાને જણાવ્યું હતું કે, "આ બધા રાજદના ગુંડાઓ છે. NDA જીતી રહ્યું છે, તેથી તેમને તકલીફ થઈ રહી છે. આ બધાની છાતી પર બુલડોઝર ચાલશે. તેઓ મારા પોલિંગ એજન્ટને પણ ભગાડી રહ્યા છે."
મહત્વપૂર્ણ બેઠકો પર તણાવના અન્ય બનાવો
પ્રથમ તબક્કામાં 10 હૉટ સીટ પર રસાકસી ચાલી રહી છે. મતદાન દરમિયાન અન્ય બેઠકો પર પણ તણાવ જોવા મળ્યો:
RJD ઉમેદવારનો હંગામો: મનેર વિધાનસભા બેઠકના RJD ઉમેદવાર ભાઈ વીરેન્દ્ર જ્યારે મતદાન કરવા પહોંચ્યા, ત્યારે ફરજ પરના દરોગાએ તેમને ID કાર્ડ બતાવવા માટે કહ્યું. તેનાથી ભડકી ઉઠેલા વીરેન્દ્રએ દરોગાને ધમકી આપતાં કહ્યું કે, "હું અહીં આગ લગાવી દઈશ!" તેમણે આરોપ લગાવ્યો કે પ્રશાસનને મતદાર ઓળખપત્ર તપાસવાનો કોઈ અધિકાર નથી.
CPI ઉમેદવાર પર હુમલો: સારણની માંઝી બેઠક પરથી CPI ઉમેદવાર સત્યેન્દ્ર કુમારની ગાડી પર ઇંટ-પથ્થર અને લાકડીઓથી હુમલો થયો હતો, જેમાં તેમની ગાડી ક્ષતિગ્રસ્ત થઈ હતી.
બિહારની આ ચૂંટણીનું નિરીક્ષણ કરવા માટે ઇન્ડોનેશિયા, કોલંબિયા, ફિલિપાઇન્સ, ફ્રાન્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા અને થાઇલેન્ડ સહિત 7 દેશોની 16 ડેલિગેશન ટીમ બિહાર પહોંચી છે. સુરક્ષાના કારણોસર, સિમરી બખ્તિયારપુર, મહિષી અને જમાલપુર જેવા સંવેદનશીલ બૂથો પર મતદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ