બિહાર ચૂંટણી: NDAનું 'સંકલ્પ પત્ર' જાહેર
યુવાનો માટે 1 કરોડ નોકરી, ગરીબોને KG થી PG સુધી મફત શિક્ષણ, મહિલાઓને 2 લાખની સહાય

NDAનું 'સંકલ્પ પત્ર' જાહેર

NDAનું 'સંકલ્પ પત્ર' જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, NDA એ આજે, પોતાનું ઘોષણાપત્ર, જેને 'સંકલ્પ પત્ર' નામ આપવામાં આવ્યું છે, તે જાહેર કર્યું છે. આ મેનિફેસ્ટોમાં યુવાનો અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. NDA એ 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ સાથે જ, મહિલાઓને 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' હેઠળ 2 લાખ સુધીની સહાયતા રાશિ આપવાની અને 1 કરોડ મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 'મિશન કરોડપતિ' દ્વારા મહિલા ઉદ્યમીઓને કરોડપતિ બનાવવાની દિશામાં પણ કામ કરવામાં આવશે.
KGથી PG સુધી મફત શિક્ષણ
NDAના ઘોષણાપત્રમાં ગરીબ પરિવારો માટે 'પંચામૃત ગેરંટી' હેઠળ 5 મોટા વચનોનો સમાવેશ થાય છે. મફત રાશન, 125 યુનિટ મફત વીજળી, 5 લાખ સુધીનો મફત ઈલાજ, 50 લાખ નવા પાકા મકાનો અને સામાજિક સુરક્ષા પેન્શન. આ સાથે, ગરીબો માટે 'KG થી PG સુધી મફત ગુણવત્તાપૂર્ણ શિક્ષણ' આપવાની ગેરંટી આપવામાં આવી છે, જેમાં મિડ-ડે મીલ સાથે પૌષ્ટિક નાસ્તો અને શાળાઓમાં આધુનિક સ્કિલ લેબ્સ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ હેઠળ મા જાનકીની પવિત્ર જન્મસ્થળીને વિશ્વ સ્તરીય આધ્યાત્મિક નગરી 'સીતાપુરમ' તરીકે વિકસાવવાનું વચન આપવામાં આવ્યું છે, અને આગામી 5 વર્ષમાં બિહારના 4 મોટા શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. 'બિહાર ગતિ શક્તિ માસ્ટર પ્લાન' હેઠળ 7 એક્સપ્રેસ-વે અને 3,600 કિમી રેલ ટ્રેકના આધુનિકીકરણનું વચન પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બિહારમાં બનશે NDAની સરકાર: ચિરાગ પાસવાન
વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે નીકળી પડ્યા
પટનાની હોટલ મૌર્યામાં આ 'સંકલ્પ પત્ર'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી અને HAM(S) નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય મંત્રી અને LJP-રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન અને RLMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, સંકલ્પ પત્ર જારી થયાના માત્ર 2 મિનિટમાં જ નીતિશ કુમાર, જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી સહિતના તમામ વરિષ્ઠ નેતાઓ ત્યાંથી ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયા હતા. ત્યારબાદ, ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી એ એકલા હાથે મીડિયાને સંકલ્પ પત્રની 25 મહત્ત્વપૂર્ણ ગેરંટી અને વચનો વિશે વિગતવાર માહિતી આપી હતી.
NDA સંકલ્પ પત્રની અન્ય મુખ્ય ગેરંટી
NDA એ 1 લાખ કરોડના રોકાણ સાથે ઔદ્યોગિક ક્રાંતિ, દરેક જિલ્લામાં અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને 'ગ્લોબલ બેક-એન્ડ હબ' તરીકે બિહારને સ્થાપિત કરવાનું વચન આપ્યું છે. ખેડૂતોને 'કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ' હેઠળ પ્રતિ વર્ષ 3,000ની વધારાની સહાય અને MSP પર ખરીદીની ગેરંટી આપવામાં આવી છે. ઉપરાંત, મિથિલા મેગા ટેક્સટાઈલ એન્ડ ડિઝાઈનર પાર્ક અને અંગ મેગા સિલ્ક પાર્ક દ્વારા બિહારને દક્ષિણ એશિયાનું ટેક્સટાઈલ હબ બનાવવાનો લક્ષ્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ