Yahoo આપશે Google અને પરપ્લેક્સિટીને ટક્કર!
યાહૂએ લોન્ચ કર્યું અત્યાધુનિક AI આન્સર એન્જિન; હવે લિંક્સ નહીં, સીધા જવાબ મળશે.

Yahoo આપશે Googleને ટક્કર

Yahoo આપશે Googleને ટક્કર
ઈન્ટરનેટ સર્ચના ઈતિહાસમાં એક જમાનામાં એકહથ્થુ શાસન ભોગવનાર યાહૂ (Yahoo) ફરી એકવાર મેદાનમાં ઉતર્યું છે. યાહૂએ પોતાનું નવું AI-પાવર્ડ સર્ચ એન્જિન 'Yahoo Scout' રજૂ કર્યું છે. આ ટૂલ સીધી રીતે ગૂગલના AI મોડ, પર્પ્લેક્સિટી અને ChatGPT ના સર્ચ ફીચરને ટક્કર આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
શું છે યાહૂ સ્કાઉટ (Yahoo Scout)?
યાહૂ સ્કાઉટ એ માત્ર સર્ચ એન્જિન નથી, પરંતુ એક 'આન્સર એન્જિન' છે. સામાન્ય રીતે સર્ચ કરવા પર આપણને વેબસાઇટ્સની લિંક્સ મળતી હોય છે, પરંતુ સ્કાઉટ યુઝરના પ્રશ્નોને સમજીને તેને કુદરતી ભાષામાં સીધો અને સચોટ જવાબ આપશે. આ માટે યાહૂએ Anthropic (Claude AI) સાથે ભાગીદારી કરી છે અને વેબ સર્ચ માટે માઈક્રોસોફ્ટની Bing APIનો ઉપયોગ કર્યો છે.
ખાસિયતો જે તેને અલગ પાડે છે:
૧. વિશાળ ડેટાબેઝ: યાહૂ પાસે 30 વર્ષનો સર્ચ ડેટા અને ૫૦૦ મિલિયનથી વધુ યુઝર પ્રોફાઇલ્સ છે, જેના આધારે તે અત્યંત પર્સનલાઈઝ્ડ જવાબો આપશે.
૨. ફાઈનાન્સ અને સ્પોર્ટ્સ: યાહૂ ફાઈનાન્સ અને સ્પોર્ટ્સના ડેટાનો ઉપયોગ કરીને તે શેરબજારના રિયલ-ટાઈમ અપડેટ્સ અને રમતગમતના ચોકસાઈભર્યા વિશ્લેષણ આપી શકશે.
૩. સ્માર્ટ શોપિંગ: વિવિધ પ્રોડક્ટ્સની સરખામણી કરવી હોય કે રિવ્યુ જાણવા હોય, સ્કાઉટ યુઝરને સેંકડો ટેબ ખોલ્યા વગર જ બેસ્ટ ઓપ્શન બતાવશે.
યાહૂના CEO જિમ લાન્ઝોનનું કહેવું છે કે, "સર્ચ કરવાની રીત હવે બદલાઈ રહી છે. અમે દાયકાઓના અનુભવ અને યુનિક ડેટા એસેટ્સનો ઉપયોગ કરીને એવું સર્ચ એન્જિન બનાવ્યું છે જે યુઝર્સના લક્ષ્યોને ઝડપથી પૂરા કરશે."
હાલમાં આ ફીચર અમેરિકામાં બીટા વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તે વિશ્વભરના યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.