વોટ્સએપનું નવું 'યુઝરનેમ' ફીચર
નંબર છુપાવવાની સુવિધાથી ભારત સરકાર ચિંતિત, તપાસના આદેશ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
WhatsApp's New Username Feature: લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે તાજેતરમાં જ એક નવું 'યુઝરનેમ ફીચર' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો પર્સનલ મોબાઇલ નંબર જાહેર કર્યા વિના જ પ્લેટફોર્મ પર અન્ય લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશે. કંપનીનો દાવો છે કે આનાથી ગોપનીયતા પહેલાં કરતા વધુ મજબૂત બનશે. જોકે, ભારત સરકાર આ નવી સુવિધાને લઈને ભારે સાવધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારને ડર છે કે જો આ ફીચરનો દુરુપયોગ કરવામાં આવશે, તો દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને ફેક આઈડીના કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે.
સાયબર ક્રાઇમ વધવાની આશંકા
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર વોટ્સએપના આ નવા યુઝરનેમ ફીચરના ગોપનીયતા અને સુરક્ષા પાસાઓની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવાની તૈયારી કરી રહી છે. તંત્ર એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું આ સુવિધા સાયબર ગુનેગારો અને સ્કેમર્સ માટે છેતરપિંડીનો એક નવો માર્ગ ખોલી આપશે. જો તપાસ દરમિયાન આ ફીચરમાં કોઈ ગંભીર ખામી કે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી સમસ્યા બહાર આવશે, તો વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને આ મામલે વિધિવત નોટિસ મોકલીને ખુલાસો પણ માગવામાં આવી શકે છે.
ટેલિગ્રામ જેવી જ ઓપરેટિંગ સિસ્ટમ
વોટ્સએપનું આ નવું ફીચર ટેલિગ્રામ એપ જેવું જ કામ કરે છે. અગાઉ વોટ્સએપ પર કોઈ નવી વ્યક્તિ સાથે ચેટ કરવા માટે ફરજિયાતપણે 10 આંકડાનો મોબાઈલ નંબર જરૂરી હતો. હવે યુઝર્સ માત્ર યુઝરનેમ શેર કરીને ચેટ શરૂ કરી શકે છે, જેથી અજાણ્યા લોકો સામે નંબર સુરક્ષિત રહે છે. જોકે, આ જ બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે. અધિકારીઓનું માનવું છે કે ટેલિગ્રામ પર ભૂતકાળમાં નકલી યુઝરનેમ અને ખોટી પ્રોફાઇલ બનાવીને છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જો કોઈ સ્કેમર અન્ય જાણીતી વ્યક્તિ કે સેલિબ્રિટીના નામ જેવું જ યુઝરનેમ બનાવીને લોકોનો સંપર્ક કરશે, તો સામાન્ય નાગરિકો માટે અસલી-નકલી ઓળખવું મુશ્કેલ બનશે અને ઓનલાઈન ફ્રોડની નવી પદ્ધતિઓ ઉભરી આવશે.
વોટ્સએપના સુરક્ષા દાવા
સોશિયલ મીડિયા પર પણ કેટલાક ડિજિટલ નિષ્ણાતોએ ઓળખ છુપાવવાની આ સરળ રીત સામે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, આ વિવાદ વચ્ચે વોટ્સએપે પોતાની સુરક્ષા વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીનું કહેવું છે કે પ્લેટફોર્મ પર દરેક યુઝરનેમ સંપૂર્ણપણે યુનિક હશે, એટલે કે એક નામનું બીજું યુઝરનેમ નહીં બની શકે. આ ઉપરાંત, કોઈ નકલી ઓળખ ન ઊભી કરી શકે તે માટે જાણીતી હાઇ-પ્રોફાઇલ હસ્તીઓ અને બ્રાન્ડ્સના નામો કોપી થતા અટકાવવા માટે તેને પૂર્વ-સુરક્ષિત (Pre-reserved) રાખવામાં આવશે. કંપની કોઈપણ પ્રકારની પબ્લિક યુઝરનેમ ડિરેક્ટરી પણ બનાવવાની નથી, જેથી કોઈ અજાણી વ્યક્તિ તમારી મંજૂરી વિના તમારું યુઝરનેમ શોધી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.