હવે વોટ્સઅપ ડેટા શેર કરવા માટે યુઝર સંમતિ અનિવાર્ય
NCLATની સ્પષ્ટતા: વોટ્સએપનો ડેટા યુઝરની મંજૂરી વિના શેર નહીં થાય, યુઝર્સના હિતનું રક્ષણ

ડેટા શેર કરવા માટે યુઝર સંમતિ અનિવાર્ય

ડેટા શેર કરવા માટે યુઝર સંમતિ અનિવાર્ય
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ સોમવારે એક મહત્ત્વનો ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે વોટ્સએપે તેના પેરેન્ટ કંપની મેટા સાથે કોઈપણ પ્રકારનો ડેટા શેર કરતાં પહેલાં યુઝરની સંમતિ લેવી ફરજિયાત છે, પછી ભલે તે ડેટાનો ઉપયોગ જાહેરાત માટે થવાનો હોય કે અન્ય બિન-જાહેરાત હેતુઓ માટે.
NCLATના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ની સ્પષ્ટતા માંગતી અરજીને મંજૂરી આપી હતી. અગાઉ, NCLATએ CCIના એ તારણને સમર્થન આપ્યું હતું કે વોટ્સએપની 2021ની પ્રાઇવસી પોલિસી 'કોઈસ્ડ કન્સેન્ટ' (બળજબરીપૂર્વકની સંમતિ) પર આધારિત હતી, જેમાં યુઝર્સને ડેટા શેરિંગ સ્વીકારવા અથવા સર્વિસ ગુમાવવાની ફરજ પડી હતી.
તમામ ડેટા પર સંમતિ જરૂરી
હાલના ચુકાદામાં ટ્રિબ્યુનલે સ્પષ્ટતા કરી કે CCIની સુધારાત્મક દિશાનિર્દેશો જાહેરાત સંબંધિત ડેટા પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ મેટા સાથે શેર થતા તમામ ડેટા પર લાગુ થશે. ટ્રિબ્યુનલે જણાવ્યું કે વોટ્સએપ યુઝર ડેટા પર ખુલ્લા અધિકારોનો દાવો કરી શકે નહીં. ડેટા એકત્રિત કરવા અને શેર કરવાના તબક્કે યુઝરની સ્પષ્ટ અને રદ કરી શકાય તેવી સંમતિ અનિવાર્ય છે. યુઝર્સ પાસે Opt-in (પસંદગી) અને Opt-out (નાપસંદગી)નો વિકલ્પ હોવો જોઈએ.
ટ્રિબ્યુનલે વોટ્સએપને મૂળ આદેશ મુજબ આ નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. વોટ્સએપના વકીલોએ સિસ્ટમ સ્તરે ફેરફારો જટિલ હોવાથી વધુ સમય માંગ્યો હતો, પરંતુ ટ્રિબ્યુનલે મૂળ સમયગાળો જ જાળવી રાખ્યો હતો.
અગાઉના ચુકાદામાં NCLATએ CCI દ્વારા મેટા પર લાદવામાં આવેલ ₹213.14 કરોડનો દંડ આંશિક રીતે યથાવત રાખ્યો હતો, પરંતુ જાહેરાત હેતુઓ માટે ડેટા શેર કરવા પરનો પાંચ વર્ષનો પ્રતિબંધ હટાવી દીધો હતો. તાજેતરના સ્પષ્ટતાના ચુકાદાથી યુઝરના ગોપનીયતા અધિકારોને વધુ મજબૂતી મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.