ગૂગલ ક્રોમમાં ગંભીર ખામી: 3.5 અબજ યુઝર્સ જોખમમાં
બે ખતરનાક ઝીરો-ડે નબળાઈઓનો હેકર્સ કરી રહ્યા છે ઉપયોગ,બ્રાઉઝર તાત્કાલિક અપડેટ કરવા સલાહ

ગૂગલ ક્રોમ સુરક્ષા

ગૂગલ ક્રોમ સુરક્ષા
વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ (Google Chrome) ના વપરાશકર્તાઓ માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક જાયન્ટ ગૂગલે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ક્રોમ બ્રાઉઝરમાં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ જોવા મળી છે. આ ખામીઓ એટલી ખતરનાક છે કે હેકર્સ તેનો ફાયદો ઉઠાવીને યુઝર્સના કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર કબજો જમાવી શકે છે. કંપનીએ આ મામલે કટોકટી સુરક્ષા અપડેટ જાહેર કર્યું છે.
શું છે આ ઝીરો-ડે નબળાઈઓ ?
સુરક્ષા નિષ્ણાતોએ આ ખામીઓને CVE-2026-3909 અને CVE-2026-3910 તરીકે ઓળખાવી છે. તેને "ઝીરો-ડે" (Zero-Day) નબળાઈ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ગૂગલ આ ખામીઓને સુધારે તે પહેલાં જ સાયબર અપરાધીઓએ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ખામીઓ બ્રાઉઝરના મુખ્ય ઘટકો જેમ કે ગ્રાફિક્સ લાઈબ્રેરી 'સ્કિયા' અને જાવાસ્ક્રિપ્ટ એન્જિન 'V8' ને અસર કરે છે.
હેકર્સ કેવી રીતે બનાવી શકે છે શિકાર ?
આ સુરક્ષા ખામીઓનો ઉપયોગ કરીને હેકર્સ નીચે મુજબના હુમલા કરી શકે છે:
ડેટા ચોરી: હેકર્સ યુઝર્સની સિસ્ટમમાં ઘૂસીને ખાનગી માહિતી અને પાસવર્ડ મેળવી શકે છે.
માલવેર અટેક: યુઝર્સને માત્ર એક નકલી અથવા શંકાસ્પદ વેબસાઇટ પર મોકલીને તેમની સિસ્ટમમાં મેલિસિયસ કોડ રન કરી શકાય છે.
રિમોટ કંટ્રોલ: હુમલાખોરો દૂર બેઠા યુઝર્સના બ્રાઉઝરના વાતાવરણમાં ફેરફાર કરી શકે છે, જેનાથી ફાઇનાન્શિયલ ફ્રોડ થવાનું જોખમ વધી જાય છે.
સુરક્ષા માટે ગૂગલનો કરોડોનો ખર્ચ :
ગૂગલ તેના બ્રાઉઝરને સુરક્ષિત રાખવા માટે "Vulnerability Reward Program" ચલાવે છે. આ અંતર્ગત વિશ્વભરના એથિકલ હેકર્સ અને સુરક્ષા સંશોધકોને ખામીઓ શોધવા બદલ ઇનામ આપવામાં આવે છે. છેલ્લા ૧૫ વર્ષોમાં કંપનીએ આશરે ૮૧.૬ મિલિયન ડોલરની ચૂકવણી કરી છે. વર્ષ ૨૦૨૫ માં જ કંપનીએ સુરક્ષા સંશોધકોને ૧૭ મિલિયન ડોલરથી વધુના પુરસ્કારો આપ્યા હતા, જેથી યુઝર્સનો ડેટા સુરક્ષિત રહી શકે.
યુઝર્સે શું કરવું જોઈએ ?
ગૂગલે આ ખતરાથી બચવા માટે સુરક્ષા પેચ જાહેર કરી દીધો છે. જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો નીચે મુજબના સ્ટેપ્સ અનુસરીને તમારું બ્રાઉઝર ચેક કરો:
ક્રોમ બ્રાઉઝર ખોલીને ઉપરના જમણા ખૂણે આપેલા થ્રી-ડોટ મેનૂ પર ક્લિક કરો
ત્યાંથી Help (હેલ્પ) વિકલ્પમાં જાઓ
About Google Chrome (ગૂગલ ક્રોમ વિશે) પર ક્લિક કરો
જો કોઈ અપડેટ ઉપલબ્ધ હશે, તો તે આપમેળે ડાઉનલોડ થશે
અપડેટ થયા પછી બ્રાઉઝરને Relaunch (ફરીથી શરૂ) કરવું અનિવાર્ય છે.
તમારા ડિજિટલ ડેટાની સુરક્ષા માટે વિલંબ કર્યા વગર આ અપડેટ કરવું હિતાવહ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.