Ray-Ban Meta Glassesનું ઈ-કોમર્સ પર ડેબ્યુ
Amazon-Flipkart પર આવ્યા Ray-Ban Meta Glasses- ડેબ્યુ પ્રાઈઝમાં 20% ડિસ્કાઉન્ટ

Ray-Ban Meta Glassesનું ઈ-કોમર્સ પર ડેબ્યુ

Ray-Ban Meta Glassesનું ઈ-કોમર્સ પર ડેબ્યુ
ટેક્નોલોજી ટ્રેન્ડસમાં રેહતા વ્યક્તિઓ માટે ખુશીની વાત સામે આવી રહી છે. આજે, 21 નવેમ્બર, 2025ના રોજ Ray-Ban Meta Smart Glasses ભારતમાં મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ થયા છે. Ray-Ban અને EssilorLuxotticaના સહયોગથી Ray-Ban Meta Smart Glasses તૈયાર કરાયેલા છે.
અત્યાર સુધી માત્ર Ray-Banની વેબસાઇટ અને અમુક ઑપ્ટિકલ સ્ટોર્સ પર મળતા આ સ્માર્ટ ગ્લાસ હવે Amazon, Flipkart અને Reliance Digital જેવા પ્લેટફોર્મ્સ પર પણ મળી રહેશે, જેનાથી ગ્રાહકોના વિશાળ વર્ગ સુધી તેની પહોંચ બનશે. દેશના મોટા 3 શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની 30 મિનિટ્સ ક્વિક ડીલીવરી માટે પણ આ મેટા સ્માર્ટ ગ્લાસીસ ઉપલબ્ધ થયા છે.
કિંમત અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર
Ray-Ban Meta Glassesની ભારતમાં પ્રારંભિક કિંમત ₹29,900થી શરૂ થાય છે, જે Skyler અને Wayfarer ડિઝાઇન માટે છે. જોકે, કંપની તેને લોન્ચના ભાગરૂપે 20% ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં ઉતરી છે, જેનાથી ગ્રાહકો બેંક ઑફર્સ સાથે આ સ્માર્ટ ગ્લાસ માત્ર ₹23,920ની આકર્ષક કિંમતે ખરીદી શકશે. ગ્રાહકો ફ્રેમના વિવિધ સ્ટાઇલ અને પ્રિસ્ક્રિપ્શન, સન, પોલરાઇઝ્ડ અને ટ્રાન્ઝિશન લેન્સમાંથી પોતાની પસંદગી કરી શકે છે.

સ્માર્ટ ગ્લાસીસના કેમેરા ફીચર્સ
આ સ્માર્ટ ચશ્માને હેન્ડ્સ-ફ્રી એક્સપિરીઅન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, ઓપન-ઈયર સ્પીકર્સ અને માઇક્રોફોન આપવામાં આવ્યા છે. યુઝર્સ "Hey Meta" કહીને એક્ટિવ કરી શકે છે અને સરળતાથી ફોટા/વિડિયો કૅપ્ચર કરી શકે છે, સંગીત સાંભળી શકે છે અથવા વાતચીત પણ કરી શકે છે.
આ ચશ્મા 3,024x 4,032 પિક્સલ રિઝોલ્યુશનના ફોટા અને 60 સેકન્ડ સુધીના 1080p વિડિયો રેકોર્ડ કરી શકે છે. રેકોર્ડિંગ શરૂ થાય ત્યારે ફ્રેમ પર રહેલી LED લાઇટ ચાલુ થાય છે, જે ઇન્ડિકેટર તરીકે કામ કરે છે. Meta AIને "Hey Meta, start live translation" જેવા સરળ વૉઇસ કમાન્ડથી તે અંગ્રેજીમાંથી સ્પેનિશ, ફ્રેન્ચ અથવા ઇટાલિયન ભાષામાં રીઅલ-ટાઇમ સ્પીચ ટ્રાન્સલેશન પણ કરી શકે છે, જે ઓપન-ઈયર સ્પીકર્સ દ્વારા સંભળાય છે.
આ ડિવાઇસમાં 32GB ઇનબોર્ડ સ્ટોરેજ છે. તે એક ચાર્જ પર 4 કલાકની બેટરી લાઇફ અને ચાર્જિંગ કેસ સાથે વધારાના 32 કલાકની બેટરી લાઇફ આપે છે. આ ગ્લાસ IPX4 સ્પ્લેશ રેઝિસ્ટન્સ સાથે આવે છે.
આ ડિવાઇસ દ્વારા રેકોર્ડ કરાયેલા વિડિયોઝ અને ફોટાને મેટાની એપ્સ (જેમ કે Facebook અને Instagram) પર સરળતાથી શેર કરી શકાય છે. અન્ય પ્લેટફોર્મ્સ પર શેર કરવા માટે યુઝર્સે Meta View એપનો ઉપયોગ કરવો પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.