હવે કોઇ નહીં જોઇ શકે તમારી WhatsApp ચેટ,ફટાફટ અપડેટ કરી લો
લોકોને વોટ્સએપ પર ચેટ લોક કરવાની સુવિધા મળે છે. ફક્ત ચેટ જ નહીં, યુઝર્સ સિક્રેટ કોડ વડે લોક કરેલા ચેટ ફોલ્ડરને પણ લોક કરી શકે છે.

હવે WhatsApp ચેટ થશે લોક

હવે WhatsApp ચેટ થશે લોક
અત્યારના આધુનિક યુગમાં દરેક લોકો વોટ્સએપ, ઇનસ્ટાગ્રામ, ફેસબુકનો યુઝ કરે છે. પરંતુ ઘણી વખત યુઝર્સને ચિંતા થાય છે તે ચેટ સુરક્ષિત છે કે કેમ,જો તમે ઈચ્છો છો કે તમારી WhatsApp ચેટ સંપૂર્ણપણે સુરક્ષિત રહે, તો WhatsAppનું ચેટ લોક ફીચર તમારા માટે યોગ્ય છે. આનાથી કોઈ તમારી ખાનગી ચેટ વાંચી શકશે નહીં. આ સુવિધાની મદદથી, તમે તમારી ખાનગી ચેટને મજબૂત લોકથી લોક કરી શકો છો, જેથી કોઈ તમારી પરવાનગી વિના તેને ખોલી શકશે નહીં. ચાલો તમને WhatsApp પર ચેટ લોક કરવાની પ્રક્રિયા જણાવીએ.
વોટ્સએપ ચેટ લોક ફીચર
લોકોને વોટ્સએપ પર ચેટ લોક કરવાની સુવિધા મળે છે. ફક્ત ચેટ જ નહીં, યુઝર્સ સિક્રેટ કોડ વડે લોક કરેલા ચેટ ફોલ્ડરને પણ લોક કરી શકે છે. પછી તમારે લૉક કરેલા ચેટ ફોલ્ડરને ઍક્સેસ કરવા માટે તે ગુપ્ત કોડ દાખલ કરવો પડશે. આ ગુપ્ત કોડ વિના, કોઈ પણ લૉક કરેલા ચેટ ફોલ્ડરને શોધી કે ઍક્સેસ કરી શકશે નહીં. આ તમારી વ્યક્તિગત ચેટને સુરક્ષિત રાખશે.
WhatsApp પર ચેટ કેવી રીતે લોક કરવી
૧ - સૌ પ્રથમ તમારા સ્માર્ટફોન પર WhatsApp એપ ખોલો.
2 - તમે જે ચેટને લોક અથવા અનલોક કરવા માંગો છો તેના પર ટેપ કરીને પકડી રાખો.
૩ - પછી ઉપરના જમણા ખૂણામાં ત્રણ વર્ટિકલ બિંદુઓ પર ક્લિક કરો.
૪ - પછી લોક ચેટ વિકલ્પ પર ક્લિક કરો.
૫ - આ પછી તે ચેટ લોક થઈ જશે.
૬ - તમે હોમ સ્ક્રીન પર નીચે સ્વાઇપ કરીને આ લૉક કરેલા ચેટ ફોલ્ડને ઍક્સેસ કરી શકો છો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.