વોટ્સએપ પેરન્ટલ કંટ્રોલથી બાળકોના એકાઉન્ટ પર નજર
વોટ્સએપ લાવશે નવું પેરન્ટલ કન્ટ્રોલ ફીચર, હવે વાલીઓ કન્ટ્રોલ કરી શકશે

વોટ્સએપ

વોટ્સએપ
વોટ્સએપ દ્વારા યુઝર્સની સુરક્ષા અને ખાસ કરીને બાળકોના હિતમાં એક ક્રાંતિકારી ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના લેટેસ્ટ અપડેટમાં 'પેરન્ટલ કન્ટ્રોલ' ફીચરના સંકેતો મળ્યા છે. આ સુવિધા દ્વારા વાલીઓ તેમના બાળકોના સેકન્ડરી એકાઉન્ટને લિમિટેડ એક્સેસ સાથે કન્ટ્રોલ કરી શકશે, જેથી બાળકો માટે ડિજિટલ પ્લેટફોર્મ વધુ સુરક્ષિત બનશે.
ઉંમરના નિયમો અને વાલીઓની મંજૂરી :
સામાન્ય રીતે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ ઉંમર 13 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, આ ઉંમરથી નાના બાળકો ટર્મ્સ ઓફ સર્વિસનો સ્વીકાર કરી શકતા નથી. નવા ફીચર મુજબ, હવે પેરન્ટ્સ પોતે ગાર્ડિયન બનીને બાળકોને વોટ્સએપ વાપરવાની મંજૂરી આપી શકશે અને કયા ફીચર્સ ઉપલબ્ધ રાખવા તે પણ નક્કી કરી શકશે.
સેકન્ડરી એકાઉન્ટ લિંક કરવાની પ્રક્રિયા :
આ સુવિધાનો લાભ લેવા માટે બાળકના સેકન્ડરી એકાઉન્ટને પેરન્ટના પ્રાઇમરી એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. એકવાર એકાઉન્ટ લિંક થઈ ગયા પછી, વાલીઓ નક્કી કરી શકશે કે બાળકને કોણ મેસેજ કે કોલ કરી શકે છે. આનાથી ઓનલાઇન ફ્રોડ, સ્કેમ અને હેરેસમેન્ટ જેવી સમસ્યાઓ સામે રક્ષણ મળશે. નોંધનીય છે કે, લિંક હોવા છતાં બંનેના મેસેજ અને કોલ્સ સંપૂર્ણપણે પ્રાઇવેટ રહેશે.
એક્ટિવિટી રિપોર્ટ અને પ્રાઈવસી :
પેરન્ટ્સને બાળકની ચેટ એક્ટિવિટી વિશેના રિપોર્ટ્સ પણ મળશે. આ રિપોર્ટમાં બાળક કોની સાથે વાત કરી રહ્યું છે તેની જાણકારી મળશે, પરંતુ 'એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન'ના કારણે પેરન્ટ્સ પણ બાળકના મેસેજ વાંચી શકશે નહીં. આમ, પ્રાઈવસી અને સુરક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.