ટેલિકોમ દોડમાં જિયો આગળ, BSNLનો કમબેક!
TRAI રિપોર્ટ મુજબ નવા ગ્રાહકોમાં જિયોની બાજી, BSNLનો પોઝિટિવ ગ્રોથ જ્યારે Vi લથડ્યું

નવા ગ્રાહકોમાં જિયોની બાજી

નવા ગ્રાહકોમાં જિયોની બાજી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા ઓક્ટોબર મહિનાના સબ્સક્રાઇબર ડેટાના આંકડા જાહેર થયા છે. આ ડેટાએ ભારતીય ટેલિકોમ માર્કેટનું સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે. આ ડેટાથી કઈ કંપનીને ગ્રાહકો વધારે મળ્યા તેની સત્તાવાર માહિતી મેળવી શકાય છે.
ઓક્ટોબર 2025 દરમિયાન રિલાયન્સ જિયોએ લગભગ 19.98 લાખ નવા યુઝર્સ પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે. આ આંકડો માત્ર મહિનાનો નહીં પરંતુ જિયોની સતત વધતી માર્કેટ પકડનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યો છે. ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં મજબૂત નેટવર્ક વિસ્તરણ અને આકર્ષક યોજનાઓએ જિયોને ફરી એકવાર આગળ રાખ્યો છે.
બીજી તરફ, ભારતી એરટેલે પણ સ્થિર પ્રદર્શન સાથે પોતાની ગ્રોથ ટ્રેક જાળવી રાખી છે. ઓક્ટોબરમાં એરટેલે અંદાજે 12.53 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. નેટવર્ક ગુણવત્તા, બ્રાન્ડ વિશ્વસનીયતા અને પ્રીમિયમ સેવાઓ એરટેલના યુઝર બેઝને સહારો આપે છે.
પરંતુ વોડાફોન-આઇડિયા માટે પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કંપનીએ ઓક્ટોબર મહિનામાં 20.83 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે. સતત યુઝર લોસથી Viનું સબ્સક્રાઇબર બેઝ નબળું પડી રહ્યું છે અને કંપની માટે સ્પર્ધામાં ટકવું વધુ પડકારરૂપ બની રહ્યું છે.
આ તમામ વચ્ચે સૌથી મોટી સરપ્રાઇઝ BSNL તરફથી આવ્યું છે. સરકારી માલિકીની આ ટેલિકોમ કંપનીએ ઓક્ટોબરમાં 2.69 લાખથી વધુ નવા સબ્સક્રાઇબર ઉમેર્યા છે. છેલ્લા કેટલાક સમયથી નુકસાન સહન કરી રહેલી BSNL માટે આ આંકડો આશાસ્પદ સંકેત માનવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતોના મતે 4G વિસ્તરણ અને સસ્તી યોજનાઓને કારણે BSNL ફરીથી કેટલાક વિસ્તારોમાં વિશ્વસનીય વિકલ્પ બની રહી છે. જ્યારે BSNLમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી સરકારી કંપની MTNL માટે સ્થિતિ જુદી રહી છે. MTNLએ પોતાના સબ્સક્રાઇબર્સમાં સતત ઘટાડો નોંધાવ્યો છે, જે તેના સીમિત નેટવર્ક અને સેવા ગુણવત્તાની સમસ્યાઓ દર્શાવે છે.
TRAIના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધા તીવ્ર બની રહી છે. જિયો અને એરટેલ માર્કેટમાં મજબૂત બન્યા છે, Viને પુનર્રચનાની આવશ્યકતા છે અને BSNL માટે પુનરાગમનની સંભાવનાઓ ઊભી થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.