એલોન મસ્કની ટીમમાં ભારતીય એક્સપર્ટનો દબદબો
IIT બોમ્બેથી કાર્નેગી મેલન સુધીની સફર; હવે મસ્ક સાથે કરશે AI એક્સપર્ટ દેવેન્દ્ર ચપલોટ કામ

એલોન મસ્કની ટીમમાં ભારતીય એક્સપર્ટ

એલોન મસ્કની ટીમમાં ભારતીય એક્સપર્ટ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે તેમની મહત્વકાંક્ષી કંપનીઓ - SpaceX અને AI સ્ટાર્ટઅપ xAI માં ભારતીય મૂળના AI અને રોબોટિક્સ નિષ્ણાત દેવેન્દ્ર ચપલોટની નિમણૂક કરી છે. દેવેન્દ્રએ સોશિયલ મીડિયા પર આ રોમાંચક સમાચાર શેર કરતા જણાવ્યું કે તેઓ મસ્કની ટીમ સાથે મળીને 'સુપરઇન્ટેલિજન્સ' વિકસાવવા પર કામ કરશે. આ જાહેરાત બાદ ટેક જગતમાં દેવેન્દ્રની સિદ્ધિની ભારે પ્રશંસા થઈ રહી છે.
શિક્ષણ અને શાનદાર કારકિર્દી
દેવેન્દ્ર ચપલોટનો શૈક્ષણિક પ્રવાસ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે:
તેમણે IIT બોમ્બે માંથી 2014માં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં B.Tech પૂર્ણ કર્યું હતું.
ત્યારબાદ, તેમણે પ્રખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટી માંથી મશીન લર્નિંગ વિભાગમાં Ph.D. ની ડિગ્રી મેળવી.
સંશોધન દરમિયાન તેમણે એવા સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ્સ બનાવ્યા જે રોબોટ્સને જાતે રસ્તો શોધવામાં મદદ કરે છે.
I'm joining SpaceX and xAI, working closely with Elon and team to build superintelligence.
— Devendra Chaplot (@dchaplot) March 13, 2026
Together SpaceX and xAI combine physical and digital intelligence under a leader who understands hardware at the deepest level. Add a high-agency culture with frontier-scale resources, and… pic.twitter.com/tjaPUjGUwK
ટેક જાયન્ટ્સ સાથે કામનો અનુભવ
SpaceX માં જોડાતા પહેલા દેવેન્દ્રએ અનેક પ્રતિષ્ઠિત કંપનીઓમાં કામ કર્યું છે: તેમણે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને ફેસબુક AI રિસર્ચ (FAIR) માં કમ્પ્યુટર વિઝન અને રોબોટિક્સ પર મહત્વના પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા.
તેઓ Mistral AI માં મલ્ટિમોડલ રિસર્ચ ટીમના નેતૃત્વમાં હતા, જ્યાં તેમણે મિસ્ટ્રલ લાર્જ અને મિસ્ટ્રલ 7B જેવા મોટા મોડલ્સ પર કામ કર્યું હતું. આ ઉપરાંત, તેઓ 'થિંકિંગ મશીન લેબ્સ'ની સ્થાપક ટીમમાં પણ સભ્ય રહી ચૂક્યા છે.
દેવેન્દ્રના સંશોધન કાર્યની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. તેમને 2020માં 'ફેસબુક ફેલોશિપ' મળી હતી અને 2018માં પ્રતિષ્ઠિત CVPR કોન્ફરન્સમાં 'બેસ્ટ પેપર એવોર્ડ'થી પણ નવાજવામાં આવ્યા હતા. મસ્કની ટીમના ટેકનિકલ સ્ટાફ મેમ્બર તરીકે, દેવેન્દ્ર હવે અવકાશ વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંગમ પર નવા આવિષ્કારો કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.