જો UPI વાપરતા હોય તો, કરો આ ખાસ કામ નહીતો પછી પચતાશો...
UPI વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર: 1 એપ્રિલ 2025 થી નવો નિયમ લાગુ પડશે

UPI વાપરતા હોય તો ચેતજો

UPI વાપરતા હોય તો ચેતજો
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે. આ નવા નિયમોનો હેતુ UPI વ્યવહારોને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.
શું છે નવો ફેરફાર?
નવા નિયમો અનુસાર, બેંકો અને UPI સેવા પ્રદાતાઓએ દર અઠવાડિયે UPI મોબાઈલ નંબરની માહિતી અપડેટ કરવી પડશે, જેથી ખોટા વ્યવહારો થવાનું જોખમ ઘટે. આ સિવાય, UPI ID ફાળવતા પહેલા યુઝર્સની સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પગલાંથી ભવિષ્યમાં ખોટા ટ્રાન્ઝેક્શન થવાની શક્યતાઓ ઓછી થશે.

મોબાઇલ નંબર રિસાયક્લિંગ અને UPI સુરક્ષા
ભારતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિયમો અનુસાર, જો 90 દિવસ સુધી કોઈ મોબાઈલ નંબરનો ઉપયોગ ન થયો હોય, તો તે નવા ગ્રાહકને ફાળવી શકાય છે. આ પ્રક્રિયાને મોબાઇલ રિસાયક્લિંગ કહેવામાં આવે છે. જ્યારે નવા યુઝરને જૂનો નંબર આપવામાં આવે છે, ત્યારે UPI એકાઉન્ટ્સ અને તેની સાથે સંકળાયેલા વ્યવહારોમાં ભુલભુલૈયા સર્જાઈ શકે છે. આ ખોટા ટ્રાન્ઝેક્શનને અટકાવવા માટે, NPCIએ બેંકો અને UPI એપ્સને તેમના ડેટાબેઝને નિયમિતપણે અપડેટ કરવા આદેશ આપ્યો છે.

31 માર્ચ 2025 સુધી અમલ માટે સમયસીમા
NPCIએ સ્પષ્ટ કર્યું છે કે તમામ બેંકો અને UPI એપ્લિકેશન્સે 31 માર્ચ 2025 સુધીમાં આ નિયમોને અમલમાં લાવવા પડશે. 1 એપ્રિલ 2025થી, દરેક બેંક અને UPI પ્રદાતા માટે માસિક ધોરણે NPCI ને રિપોર્ટ આપવો ફરજિયાત રહેશે કે તેઓ UPI ID ને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યા છે કે નહીં.
UPI વપરાશકર્તાઓએ શું કરવું જોઈએ?
જો તમારો મોબાઇલ નંબર બદલાયો છે, તો તમારું UPI એકાઉન્ટ તાત્કાલિક અપડેટ કરો.
જો લાંબા સમયથી મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરી રહ્યા, તો તેને UPI એકાઉન્ટ સાથે લિંક ચેક કરો.
બેંક અને UPI એપ્સ દ્વારા મળતી નવી સલામતી માર્ગદર્શિકા અનુસરો.
આ નવા નિયમોથી, UPI પેમેન્ટ સિસ્ટમ વધુ સુરક્ષિત બનશે અને વપરાશકર્તાઓને અનવાંછિત ખોટા વ્યવહારો સામે વધુ રક્ષણ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.