મોબાઈલ ચહેરા પાસે લાવો અને ઓટોમેટિક એક્ટિવ Gemini!
ગૂગલે નવી પેટન્ટ કરાવી: કેપેસિટિવ સેન્સરથી AI કમાન્ડ, યુઝર્સને અવાજની સમસ્યામાંથી મુક્તિ

મોબાઈલ પાસે થશે Gemini એક્ટિવ

મોબાઈલ પાસે થશે Gemini એક્ટિવ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ગૂગલ સતત નવીનતાઓ લાવી રહ્યું છે. હવે ગૂગલ એક એવી નવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે, જેનાથી AI આસિસ્ટન્ટ Gemini ને એક્ટિવેટ કરવું વધુ સરળ બની જશે. અત્યાર સુધી યુઝર્સ બટન દબાવીને કે વૉઇસ કમાન્ડ દ્વારા Gemini ને એક્ટિવેટ કરતા હતા, પરંતુ હવે ગૂગલે એક એવી પેટન્ટ કરાવી છે જેમાં યુઝર ફક્ત પોતાનો મોબાઇલ ચહેરાની નજીક લાવશે કે તરત જ Gemini ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે.
કેપેસિટિવ સેન્સરનો અનોખો ઉપયોગગૂગલ આ નવી ટેક્નોલોજી માટે સ્માર્ટફોનમાં પહેલેથી જ હાજર ટચસ્ક્રીનના કેપેસિટિવ સેન્સરનો ઉપયોગ કરશે. આ માટે કોઈ નવા હાર્ડવેરની જરૂર પડશે નહીં.

કેવી રીતે કામ કરશે? લેટેસ્ટ સ્માર્ટફોનમાં કેપેસિટિવ સેન્સર ગ્રીડ હોય છે, જે ટચ થવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થતા ફેરફારોને ઓળખે છે. ગૂગલે શોધી કાઢ્યું છે કે આ સેન્સર તેની આસપાસની વસ્તુઓ જેમ કે યુઝરનો હાથ, ચહેરો અથવા અન્ય ફિઝિકલ કોન્ટેક્ટ પણ ડિટેક્ટ કરી શકે છે.
જ્યારે યુઝર મોબાઇલને પોતાના ચહેરા કે મોંઢા પાસે લાવશે, ત્યારે આ સ્ક્રીન સેન્સર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બદલાવ અનુભવશે. આ બદલાવને 'ચહેરો સામે છે' એવો કમાન્ડ આપીને Gemini ને ઓટોમેટિક એક્ટિવેટ કરી દેવામાં આવશે.
વૉઇસ કમાન્ડ દ્વારા Gemini એક્ટિવેટ કરવામાં યુઝર્સને હાલમાં કેટલીક તકલીફો પડી રહી છે.
![]()
વૉઇસ કમાન્ડની સમસ્યા: માસ્ક કે હેલ્મેટ પહેર્યું હોય અથવા તો ઘોંઘાટભરી જગ્યાએ વૉઇસ કમાન્ડ દ્વારા Gemini એક્ટિવેટ થતું નથી.
નવા ફીચરનો લાભ: ચહેરાની નજીક આવવાથી ઓટોમેટિક એક્ટિવેટ થવાના આ ફીચરથી યુઝર્સને આ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
બેટરી બચત: સૌથી મહત્વની વાત એ છે કે, આ કેપેસિટિવ સેન્સર ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ કરતું હોવાથી બેટરી જલ્દી પૂરી થવાની ચિંતા પણ નહીં રહે.
ગૂગલે ખાતરી આપી છે કે Gemini ને એક્ટિવેટ કરવાની આ નવી રીત સમયની સાથે વધુ સ્માર્ટ અને ચોક્કસ બનતી જશે.
ભવિષ્યમાં અમલની શક્યતા
ગૂગલે હાલમાં આ ટેક્નોલોજીની પેટન્ટ કરાવી છે. આ ફીચરને એન્ડ્રોઇડ ડિવાઇસમાં ક્યારે રજૂ કરવામાં આવશે, તેની સત્તાવાર જાહેરાત હજી બાકી છે. જોકે, પેટન્ટ ફાઇલ કરવાથી એ વાત નક્કી છે કે ગૂગલ ભવિષ્યમાં આ ફીચરને જરૂરથી લોન્ચ કરશે.
નોંધનીય છે કે, અત્યારે ઘણા નવા સ્માર્ટફોનમાં Gemini માટે અલગથી બટન આપવામાં આવી રહ્યું છે, અથવા યુઝર્સ મેન્યુઅલી એક્ટિવેટ કરવા માટે બટનને કસ્ટમાઇઝ પણ કરી શકે છે. પરંતુ આ નવું 'ચહેરાથી ઓટો-એક્ટિવેશન' Gemini ને ખરેખર હેન્ડ્સ-ફ્રી બનાવી દેશે.

DeepSeek AI, ChatGPT અને Claudeનો ઉપયોગ ચીન સાથે જોડાયેલા હેકિંગ ગ્રુપ્સ સાયબર હુમલા માટે કરી રહ્યા હોવાનો TeamT5ના રિપોર્ટમાં દાવો થયો છે.

Google AIમાં મોટો ઝટકો: Jeff Dean સહિત 4 ટોચના AI સંશોધકોએ Google છોડ્યું. Discovery Loop, Alphabetના શેરમાં 4.03% ઘટાડો અને Gemini AI અંગે જાણો.

AI Revolutionથી xAI, Scale AI, Mercor અને Perplexity જેવી કંપનીઓના યુવા ફાઉન્ડર્સ કરોડો-અબજો ડોલરની સંપત્તિના માલિક બન્યા.