પ્રીમિયમ રેટ સર્વિસ એ એક સેવા છે,જે ટેલિકોમ કંપનીઓ દ્વારા અમુક ફોન નંબર પર પૂરી પાડવામાં આવે છે. આ નંબરો પર કોલ કરવા અથવા મેસેજ મોકલવા માટે યુઝર્સે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. આ ચાર્જ સામાન્ય કોલ અથવા મેસેજ કરતા અનેક ગણો વધારે છે. આવા કોલ માટે ચાર્જનો એક ભાગ સિમ ઓપરેટર કંપનીને જાય છે અને બીજો ભાગ કોલ રીસીવરના ખાતામાં જાય છે.
વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે સામાન્ય રીતે, હવામાન માહિતી, જન્માક્ષર અથવા તકનીકી સહાય જેવી સેવાઓ માટે આ નંબરો પર પ્રદાન કરવામાં આવે છે, ઉપરાંત આવા પ્રકારની સેવાનો ઉપયોગ મનોરંજન, જોક્સ અને એડલ્ટ ટોક માટે પણ વિદેશોમાં થાય છે. જો કે સ્કેમર્સ આ સર્વિસના નામે લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.
પ્રીમિયમ રેટ સર્વિસ નામના સાયબર સાયબર સ્કેમની મોડેસ ઓપરેન્ડી
આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવે છે. આ કૉલ એટલો ટૂંકો છે કે વપરાશકર્તા કૉલ ઉપાડે તે પહેલાં જ તે ડિસ્કનેક્ટ થઈ જાય છે. જ્યારે વપરાશકર્તા આ નંબર પર પાછા કૉલ કરે છે, ત્યારે તેણે પ્રીમિયમ રેટ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સેવા પર કૉલ કરવા માટે, પ્રતિ મિનિટ 100 રૂપિયાથી વધુનો ચાર્જ લેવામાં આવે છે.ઘણીવાર સ્કેમર્સ આવા કૉલ્સ માટે એવા દેશના કોડનો ઉપયોગ કરે છે, જેના વિશે સામાન્ય યુઝર જાણતા હોતા નથી. આ સિવાય આવા મોટાભાગના કોલ મોડી રાત્રે આવે છે. ઘણા લોકો રાત્રે અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવે ત્યારે કોલ બેક કરે છે. જેના કારણે તેઓ કૌભાંડીઓની જાળમાં ફસાઈ જાય છે.
પ્રીમિયમ રેટ સર્વિસ નામના સાયબર સાયબર સ્કેમ ઓળખવાની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ?
1) સમી સંધ્યાએ કા તો રાત્રે કોલ આવે
2) એક કે બે રીંગ વાગી ને કોલ કટ થઈ જાય
3) જ્યારે કોઈ યુઝર કોલ કરે તો તને કોલ દરમિયાન ગેરમાર્ગે દોરવામાં આવે, મહત્તમ સમય માટે તે યુઝર ફોન કોલ ચાલુ રાખે તે માટે તેને મજબૂર કરવામાં આવે
પ્રીમિયમ રેટ સર્વિસ નામના સાયબર સાયબર સ્કેમ ના શિકાર બનો છો તો શું કરવું જોઈએ?
1) સૌથી પહેલા તમારી સિમ ઓપરેટર કંપનીના કસ્ટમર કેર નંબર પર ફરિયાદ કરો.
2) સાયબર ક્રાઈમને પણ આ વિશે લેખિત માહિતી આપો.
3)આવા ફ્રોડ કૉલ્સને ફરીથી ન આવે તે માટે, તે નંબરને તરત જ બ્લોક કરો.
4)વધુમાં સંચાર સાથીની વેબસાઈટ ચક્ષુ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવી અત્યંત આવશ્યક છે.