વધુ સુંદર,ઓછી ઊંચાઇ, કેવા હશે 3025માં માણસો?
ભવિષ્યમાં મનુષ્ય કેવો દેખાશે? આ પ્રશ્ન ફક્ત વૈજ્ઞાનિકો માટે જ નહીં પરંતુ દરેક માટે ખૂબ જ રસપ્રદ છે. ઘણા નિષ્ણાતો માને છે કે માનવજાતનું વર્તમાન સ્વરૂપ ...

3025ના માણસો

3025ના માણસો
ભવિષ્યમાં મનુષ્ય કેવો દેખાશે? આ પ્રશ્ન ફક્ત વૈજ્ઞાનિકો માટે જ નહીં પરંતુ દરેક માટે ખૂબ જ રસપ્રદ છે. ઘણા નિષ્ણાતો માને છે કે માનવજાતનું વર્તમાન સ્વરૂપ અંતિમ તબક્કો નથી, પરંતુ ફક્ત બીજો તબક્કો છે. ટેકનોલોજી, અવકાશ યાત્રા અને આબોહવા પરિવર્તનને કારણે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, અને વૈજ્ઞાનિકો માને છે કે તેની સાથે માનવીઓ પણ બદલાશે.
નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં માણસોનો રંગ અને દેખાવ વધુ સમાન બનશે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે સરેરાશ વ્યક્તિનો રંગ કાળો હશે અને તે મોરેશિયસ અથવા બ્રાઝિલના લોકો જેવો દેખાઈ શકે છે. આ ઉપરાંત, ભવિષ્યના લોકો આજ કરતાં વધુ આકર્ષક અને સુંદર હોઈ શકે છે.
પહેલાં, કુદરતી પસંદગીની અસર એ વાત પર નિર્ભર કરતા હતા કે ક્યા લોકો પ્રજનન પહેલાં મૃત્યુ પામતા હતા.પરંતુ આધુનિક મેડિકલના કારણે હવે લોકો પ્રજનન વય સુધી પહોંચે છે.જે હવે નક્ક કરે છે કે ક્યાં જીન્સ આગળ વધશે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આના કારણે, માનવીઓની ઊંચાઈ ટૂંકી થઈ શકે છે. આનું કારણ એ છે કે વહેલા જાતીય પરિપક્વતા (એટલે કે વહેલા તરુણાવસ્થામાં પહોંચવું) ટૂંકા કદ સાથે સંકળાયેલ હોઈ શકે છે. જો વહેલા પરિપક્વ થનારા લોકો વધુ બાળકો પેદા કરે છે, તો તેમના જીન ભવિષ્યની પેઢીઓમાં વધુ પ્રચલિત થશે.
જો કુદરતી પસંદગી મૃત્યુ દર ઘટાડે છે, કોણ વધુ બાળકો પેદા કરી શકે છે તેના પર નિર્ભર રહેશે. આનાથી પુરુષો વધુ આકર્ષક બનવાની શક્યતા વધી જાય છે.નિષ્ણાતો માને છે કે જેમ જેમ સમાજ વધુ ખુલ્લો બનશે અને સ્ત્રીઓને તેમના જીવનસાથી પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તો આકર્ષક પુરુષોના જીન્સ પ્રસારિત થવાની શક્યતા વધુ રહેશે. આનાથી મનુષ્ય સરેરાશ રીતે વધુ સુંદર બની શકે છે.
ભૂતકાળમાં, વિવિધ માનવ વસ્તી એકબીજાથી અલગ રહેતા હતા, જેના કારણે તેઓ અલગ દેખાતા હતા, પરંતુ આજકાલ વિવિધ જાતિઓ અને સમુદાયો વચ્ચે લગ્નો વધુ સામાન્ય બની રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં માનવીઓ દેખાવમાં વધુ સમાન બની શકે છે.
વૈજ્ઞાનિકોના મતે, જ્યારે વિવિધ વંશીય જૂથો ભળી જાય છે, ત્યારે સરેરાશ વ્યક્તિનો રંગ આછો ભૂરો થઈ શકે છે, જેમ કે બ્રાઝિલ અથવા મોરેશિયસના લોકોમાં જોવા મળે છે.ભવિષ્યમાં, નવી ટેકનોલોજી માનવ વિકાસને બદલી શકે છે. CRISPR-Cas9 જેવી તકનીકો વૈજ્ઞાનિકોને DNA માં ફેરફાર કરવાની મંજૂરી આપે છે, જેનાથી માનવો પોતાની લાક્ષણિકતાઓને નિયંત્રિત કરી શકે છે.
જોકે હાલમાં તેને અનૈતિક માનવામાં આવે છે, ભવિષ્યમાં લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ત્વચાનો રંગ, બુદ્ધિ અને અન્ય લાક્ષણિકતાઓ બદલી શકે છે.વધુમાં, ભવિષ્યમાં, લોકો તેમના શરીરમાં ટેકનોલોજીનો સમાવેશ કરી શકે છે, જેમ કે રંગ બદલતા ટેટૂઝ અથવા સાયબરનેટિક એન્હાન્સમેન્ટ્સ. આવા ફેરફારો કુદરતી ઉત્ક્રાંતિ કરતાં વધુ ઝડપથી થઈ શકે છે.
આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે કમ્પ્યુટર અને ફોનના વધુ પડતા ઉપયોગ અને ખરાબ જીવનશૈલીને કારણે, માણસોની પીઠ વાંકી અથવા પંજા જેવા હાથ પણ હોઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.