વોટ્સએપમાં ખામીથી 3.5 બિલિયન નંબર લીક
ઓસ્ટ્રિયન રિસર્ચ ટીમે શોધેલી ખામીએ વોટ્સએપના 3.5 બિલિયન નંબર અને ડેટા જાહેર કર્યા

વોટ્સએપ ડેટા લીક

વોટ્સએપ ડેટા લીક
વોટ્સએપમાં 3.5 બિલિયન ફોન નંબર અને પર્સનલ ડેટા લીક થયાનો દાવો
ઓસ્ટ્રિયન રિસર્ચર ટીમ દ્વારા તાજેતરમાં વોટ્સએપમાં એક મોટી સિક્યોરિટી ખામી શોધી કાઢવામાં આવી છે. જોકે આ ખામી તકનીકી રીતે સામાન્ય હતી, પરંતુ તેના કારણે 3.5 બિલિયન જેટલા વોટ્સએપ નંબર લીક થયા હોવાથી તેને ખૂબ ગંભીર ગણવામાં આવી રહી છે. વોટ્સએપની પેરન્ટ કંપની મેટા છે.
સંશોધન ટીમે મેટાના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરનો ઉપયોગ કરીને 3.5 બિલિયન ફોન નંબર અને પર્સનલ ડેટા એક્સેસ કર્યા હોવાનો દાવો કર્યો છે, જેમાં યુઝરના પ્રોફાઇલ ફોટો અને ડિસ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આને અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીક પૈકી એક ગણવામાં આવી રહ્યું છે.
કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચર બન્યું ડેટા લીકનું કારણ :
રિસર્ચ ટીમે એક સરળ પણ અસરકારક ટેકનિકનો ઉપયોગ કર્યો. તેમણે વોટ્સએપના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચર મારફતે શક્ય એટલા તમામ નંબર ચેક કર્યા અને મેસેજિંગ સર્વિસ દ્વારા તેમના નંબર મેળવ્યા. આ પ્રક્રિયામાં 57% યુઝરના નંબર અને પ્રોફાઇલ ફોટોનું એક્સેસ મળ્યું, જ્યારે 29% યુઝર્સના પ્રોફાઇલ પરના ડિસ્ક્રિપ્શન પણ જોવા મળ્યા. ટીમે વોટ્સએપની બ્રાઉઝર-બેઝ્ડ એપનો ઉપયોગ કરીને અંદાજે 100 મિલિયન નંબરનું પરીક્ષણ કર્યું હતું.
મેટાનું નિવેદન અને સુરક્ષા પગલાં :
મેટા કંપનીએ આ સંશોધન ટીમની શોધને માન્યતા આપી છે, જેનો રિપોર્ટ મેટાની 'બગ બાઉન્ટી' સિસ્ટમ દ્વારા આપવામાં આવ્યો હતો. મેટાએ સ્પષ્ટતા કરી છે કે આ ડેટા મૂળભૂત રીતે જાહેરરૂપે ઉપલબ્ધ માહિતી (Basic Public Available Information) છે. કંપનીનો દાવો છે કે જે યુઝર્સે તેમના ફોટો અને ડિસ્ક્રિપ્શનને પ્રાઇવેટ સેટ કરેલા હતા, તેમના ડેટા લીક થયા નથી. ભવિષ્યમાં આવા ડેટા લીક ન થાય તે માટે વોટ્સએપ દ્વારા હવે એન્ટી-સ્ક્રેપિંગ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.
વોટ્સએપની પ્રાઇવસી પર સવાલ :
મેટા કંપનીએ પ્રાઇવેટ યુઝર્સના ડેટા સેવ હોવાનો દાવો કર્યો હોવા છતાં, રિસર્ચ ટીમ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે તેમને આ નંબર મેળવવા માટે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમને બાયપાસ કરવાની જરૂર નથી પડી. વળી, તેમને એ પણ જાણવા મળ્યું છે કે ઘણાં એકાઉન્ટ્સ ડુપ્લિકેટ કીનો ઉપયોગ કરે છે. ટીમે સ્પષ્ટ કર્યું કે આ ડુપ્લિકેટ કી અનઓથોરાઇઝ્ડ વોટ્સએપ ક્લાઇન્ટને કારણે છે, નહી કે વોટ્સએપમાં કોઈ ખામી છે. જોકે, આ ઘટનાથી વિશ્વભરના યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટીને લઈને ચિંતા વધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.