વાઘ બારસ: સંતાન પ્રાપ્તિ અને ગૌ પૂજ માટેનો તહેવાર
ગૌ પૂજન અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવતા વ્રતની પવિત્ર કથા રજૂ કરે છે

વાઘ બારસ

વાઘ બારસ
આસો મહિનાની શુક્લ પક્ષની બારસના દિવસે આ વાઘ બારસનો તહેવાર ઉજવવામાં આવે છે. વાઘ બારસના દિવસે ઈન્દ્ર લોકની અપ્સરાઓ ઈન્દ્રાણી સહિત પૃથ્વીલોક પર ગૌ પૂજન અર્થે આવે છે. જ્યાં ગાય લીલું-લીલું ઘાસ ચારતી હતી ત્યાં ઈન્દ્રાણી આવે છે અને પ્રસન્ન મને તે ગાયની પૂજા કરે છે. પરંતુ ગાય ઈન્દ્રાણીની આ પૂજા સ્વીકાર કરતા નથી અને ગાયને લાત અને પૂંછડું મારીને તેને દૂર કરે છે.
ત્યારે ઈન્દ્રાણી અને અપ્સરાઓ ગાય માતા આગળ હાથ જોડીને કહે છે; 'હે ગાય માતા! અમારા અપરાધોને ક્ષમા કરો. ત્યારે ગાય માતા કહે છે કે, હું એકલી પૂજન કરાવવા માટે તૈયાર નથી, તમે મને એક વાછરડું આપો તો હું તમને પૂજન કરવા દઈશ.ત્યારે ઈન્દ્રાણી અપ્સરાઓ સાથે મળીને પીળી માટી લઈને એક વાછરડું બનાવે છે અને ગાયની પાસે બેસાડી દે છે અને તેમાં અમૃતના છાંટડાં છાંટે છે. ત્યારબાદ તરત જ તે વાછરડામાં પાણી છાંટીને પ્રાણ ફૂંકે છે. ત્યારબાદ વાંછરડું ઉભું થઈને ગાયના દૂધને પીવા લાગે છે.

ઈન્દ્રાણી અને અપ્સરાઓ ગાય માતાનું પૂજન કરવા લાગે છે અને ગાય માતા પણ પ્રસન્ન થઈ જાય છે. ગાય માતા વાછરડાને લઈને તેની ગ્વાલિનના ઘરે જાય છે.ત્યારે ગ્વાલિન વાછરડાને જોઈને ગાયને પ્રશ્ન કરે છે કે, આ કેવી રીતે આવ્યું? ત્યારે ગાયે આખી વાત જણાવી. જે સાંભળીને ગ્વાલિન કહે છે, મારે પણ કોઈ સંતાન નથી, તું મને સંતાન આપ તો જ તને ઘરમાં આવવા દઈશ. ત્યારે ગાય ગ્વાલિનને કહે છે કે, આવતા વર્ષે જ્યારે આ વ્રત આવે ત્યારે તું આ વ્રત રાખજે અને હું જંગલમાં ઘાસ ચારવા જઈશ ત્યારે તારી માટે સંતાનની માંગણી કરીશ.
આ સાંભળીને ગ્વાલિન તેને અંદર આવવા દે છે. ગાય પોતાના વાછરડા સાથે આનંદથી રહેવા લાગે છે. આવતું વર્ષ આવ્યું વાઘ બારસનો તહેવાર આવ્યો ઉત્સવ આવ્યો. ત્યારે તે ગ્વાલિને વાઘ બારસનું વર્ત કર્યું. ગાય માતા એ જ નિયમ પ્રમાણે જંગલમાં ચરવા જાય છે.ત્યારે ઈન્દ્રાણી પણ ગાયનું પૂજન કરવા પૃથ્વી પર આવ્યા. ત્યારે ગાય માતાએ ઈન્દ્રાણીને કહ્યું;'હે ઈન્દ્રાણી! મારી ગ્વાલિનને પણ કોઈ સંતાન નથી. તમે તેને સંતાન પ્રાપ્તિનું ફળ આપો. ત્યારે અપ્સરાઓએ એક પીળી માટીમાંથી એક બાળક બનાવ્યું. તેઓએ ગાયના શિંગડામાં એક પારણું બનાવ્યું.
આ પણ વાંચો: વાઘ બારસ: આ તહેવારના છે અનેક મહત્વ
પારણામાં તે બાળકને સુવડાવીને અમૃતના છાંટણાં છાંટી બાળકમાં પ્રાણ પૂર્યા. ત્યારબાદ ગાય માતા અને વાછરડાની પૂજા કરી. ઘરે પહોંચીને ગ્વાલિનને સંતાન સોંપ્યું. ગ્વાલિન બાળકને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. ત્યારે દરેકને આ વ્રતના પ્રતાપની જાણ થાય છે. આ વ્રત સંતાન પ્રાપ્તિ અને સંતાનની રક્ષા માટે સ્ત્રીઓ કરતી હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.