શંકરાચાર્ય રચિત કનકધારા સ્ત્રોતની કથા
આ લક્ષ્મી સ્ત્રોતનું નામ કનકધારા સ્ત્રોત કેમ પડ્યું તેની પાછળની એક મોટી કથા છે.

શંકરાચાર્ય રચિત કનકધારા સ્ત્રોતની કથા

શંકરાચાર્ય રચિત કનકધારા સ્ત્રોતની કથા
સંસ્કૃતમાં ઘણા બધા એવા સ્ત્રોતો પણ છે. જે ઘણા જાણીતા અને એવા મંત્રો પણ છે જે ખૂબ જ પ્રચલિત છે. જેમ કે, શિવજીનો મહિમ્મ્ન સ્ત્રોત જે ખૂબ જ જાણીતો છે. રાવણ રચિત શિવ તાંડવ પણ છે. જે રાવણે પોતે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે પોતે રચ્યો હતો. એવો જ એક સંસ્કૃત સ્ત્રોત પણ છે. જેનું નામ છે. કનકધારા સ્ત્રોત આ સંસ્કૃત મંત્રએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને ધનધાન્ય પ્રાપ્તિ કરવા માટે આ મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે. આ સ્ત્રોતનું મૂળ નામ લક્ષ્મી સ્ત્રોત પણ છે. પરંતુ આ લક્ષ્મી સ્ત્રોતનું નામ કનકધારા સ્ત્રોત કેમ પડ્યું તેની પાછળની એક મોટી કથા છે.
શંકરદિવજય નામનું એક પ્રસિદ્ધ ગ્રંથ છે. જેને ભગવાન મધ્વાચાર્યએ લખ્યો હતો. આ ગ્રંથમાં ભગવાન શંકરાચાર્યનું સમસ્ત જીવન અને કવન લખેલું હતું. આ ગ્રંથની અંદર ચોથા સર્ગમાં કનકધારા સ્ત્રોતની કથા આપેલી છે. કથામાં એક વાર ભગવાન શંકરાચાર્યએ ભિક્ષા માંગવા માટે એક ગૃહસ્થના ઘરે ગયા હતા. તે પરિવાર અતિ દરિદ્ર સ્તિથિથી પસાર થતું હતું. શંકરાચાર્યએ જ્યારે વિપ્રની પત્ની પાસેથી ભિક્ષા માંગી ત્યારે તે ગૃહિણી સંકોચાઈ ગઈ હતી. તેની પાસે શંકરાચાર્યને ભિક્ષા આપવા માટે કશું ધન અથવા કોઈ વસ્તુ ન હતી. ત્યાર બાદ તે વિપ્રની પત્ની રડવા લાગી હતી. પરંતુ ઘર આંગણે આવેલા સન્યાસીને કઇ ભિક્ષામાં તો આપવું પડે તેથી વિપ્રની પત્ની પાસે થોડા આમળા હતા. તેને તે આમળા શંકરાચાર્યને આપ્યા હતા. શંકરાચાર્યજીને આમળાનો ફળ જોઇને ખ્યાલ આવ્યો હતો. કે તે અતિ દરિદ્ર પરિવાર છે. વિપ્ર પરિવારની આવી સ્તિથિ જોઈને શંકરાચાર્યને ખૂબ દયા આવી ગઈ હતી. તે સમયે શંકરાચાર્યજીએ માં લક્ષ્મીની આરાધના કરતાં એક સ્ત્રોતની રચના કરી હતી.
વંદે વંદારુ મંદારમિંદિરાનંદકંદલમ્ ।
અમંદાનંદસંદોહ બંધુરં સિંધુરાનનમ્ ॥
અંગં હરેઃ પુલકભૂષણમાશ્રયંતી
ભૃંગાંગનેવ મુકુળાભરણં તમાલમ્ ।
અંગીકૃતાખિલવિભૂતિરપાંગલીલા
માંગળ્યદાસ્તુ મમ મંગળદેવતાયાઃ ॥ 1 ॥
મુગ્ધા મુહુર્વિદધતી વદને મુરારેઃ
પ્રેમત્રપાપ્રણિહિતાનિ ગતાગતાનિ ।
માલા દૃશોર્મધુકરીવ મહોત્પલે યા
સા મે શ્રિયં દિશતુ સાગરસંભવાયાઃ ॥ 2 ॥
આમીલિતાક્ષમધિગમ્ય મુદા મુકુંદમ્-
આનંદકંદમનિમેષમનંગતંત્રમ્ ।
આકેકરસ્થિતકનીનિકપક્ષ્મનેત્રં
ભૂત્યૈ ભવેન્મમ ભુજંગશયાંગનાયાઃ ॥ 3 ॥
બાહ્વંતરે મધુજિતઃ શ્રિતકૌસ્તુભે યા
હારાવળીવ હરિનીલમયી વિભાતિ ।
કામપ્રદા ભગવતોઽપિ કટાક્ષમાલા
કળ્યાણમાવહતુ મે કમલાલયાયાઃ ॥ 4 ॥
કાલાંબુદાળિલલિતોરસિ કૈટભારેઃ
ધારાધરે સ્ફુરતિ યા તટિદંગનેવ ।
માતુસ્સમસ્તજગતાં મહનીયમૂર્તિઃ
ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદનાયાઃ ॥ 5 ॥
પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવાત્
માંગળ્યભાજિ મધુમાથિનિ મન્મથેન ।
મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્ધં
મંદાલસં ચ મકરાલયકન્યકાયાઃ ॥ 6 ॥
વિશ્વામરેંદ્રપદવિભ્રમદાનદક્ષં
આનંદહેતુરધિકં મુરવિદ્વિષોઽપિ ।
ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્થં
ઇંદીવરોદરસહોદરમિંદિરાયાઃ ॥ 7 ॥
ઇષ્ટા વિશિષ્ટમતયોઽપિ યયા દયાર્દ્ર
દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે ।
દૃષ્ટિઃ પ્રહૃષ્ટ કમલોદરદીપ્તિરિષ્ટાં
પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કરવિષ્ટરાયાઃ ॥ 8 ॥
દદ્યાદ્દયાનુપવનો દ્રવિણાંબુધારા-
મસ્મિન્ન કિંચન વિહંગશિશૌ વિષણ્ણે ।
દુષ્કર્મઘર્મમપનીય ચિરાય દૂરં
નારાયણપ્રણયિનીનયનાંબુવાહઃ ॥ 9 ॥
ગીર્દેવતેતિ ગરુડધ્વજસુંદરીતિ
શાકંભરીતિ શશિશેખરવલ્લભેતિ ।
સૃષ્ટિસ્થિતિપ્રળયકેલિષુ સંસ્થિતાયૈ
તસ્યૈ નમસ્ત્રિભુવનૈકગુરોસ્તરુણ્યૈ ॥ 10 ॥
શ્રુત્યૈ નમોઽસ્તુ શુભકર્મફલપ્રસૂત્યૈ
રત્યૈ નમોઽસ્તુ રમણીયગુણાર્ણવાયૈ ।
શક્ત્યૈ નમોઽસ્તુ શતપત્રનિકેતનાયૈ
પુષ્ટ્યૈ નમોઽસ્તુ પુરુષોત્તમવલ્લભાયૈ ॥ 11 ॥
નમોઽસ્તુ નાળીકનિભાનનાયૈ
નમોઽસ્તુ દુગ્ધોદધિજન્મભૂમ્યૈ ।
નમોઽસ્તુ સોમામૃતસોદરાયૈ
નમોઽસ્તુ નારાયણવલ્લભાયૈ ॥ 12 ॥
નમોઽસ્તુ હેમાંબુજપીઠિકાયૈ
નમોઽસ્તુ ભૂમંડલનાયિકાયૈ ।
નમોઽસ્તુ દેવાદિદયાપરાયૈ
નમોઽસ્તુ શારંગાયુધવલ્લભાયૈ ॥ 13 ॥
નમોઽસ્તુ દેવ્યૈ ભૃગુનંદનાયૈ
નમોઽસ્તુ વિષ્ણોરુરસિસ્થિતાયૈ ।
નમોઽસ્તુ લક્ષ્મ્યૈ કમલાલયાયૈ
નમોઽસ્તુ દામોદરવલ્લભાયૈ ॥ 14 ॥
નમોઽસ્તુ કાંત્યૈ કમલેક્ષણાયૈ
નમોઽસ્તુ ભૂત્યૈ ભુવનપ્રસૂત્યૈ ।
નમોઽસ્તુ દેવાદિભિરર્ચિતાયૈ
નમોઽસ્તુ નંદાત્મજવલ્લભાયૈ ॥ 15 ॥
સંપત્કરાણિ સકલેંદ્રિયનંદનાનિ
સામ્રાજ્યદાનવિભવાનિ સરોરુહાક્ષિ ।
ત્વદ્વંદનાનિ દુરિતોદ્ધરણોદ્યતાનિ
મામેવ માતરનિશં કલયંતુ નાન્યે ॥ 16 ॥
યત્કટાક્ષસમુપાસનાવિધિઃ
સેવકસ્ય સકલાર્થસંપદઃ ।
સંતનોતિ વચનાંગમાનસૈઃ
ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે ॥ 17 ॥
સરસિજનિલયે સરોજહસ્તે
ધવળતમાંશુકગંધમાલ્યશોભે ।
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે
ત્રિભુવનભૂતિકરિ પ્રસીદ મહ્યમ્ ॥ 18 ॥
દિગ્ઘસ્તિભિઃ કનકકુંભમુખાવસૃષ્ટ
સ્વર્વાહિની વિમલચારુજલપ્લુતાંગીમ્ ।
પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ
લોકાધિનાથ-ગૃહિણીમ્-અમૃતાબ્ધિપુત્રીમ્ ॥ 19 ॥
કમલે કમલાક્ષવલ્લભે ત્વં
કરુણાપૂરતરંગિતૈરપાંગૈઃ ।
અવલોકય મામકિંચનાનાં
પ્રથમં પાત્રમકૃત્રિમં દયાયાઃ ॥ 20 ॥
સ્તુવંતિ યે સ્તુતિભિરમૂભિરન્વહં
ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ્ ।
ગુણાધિકા ગુરુતર-ભાગ્ય-ભાગિનો [ભાગિનહ્]
ભવંતિ તે ભુવિ બુધભાવિતાશયાઃ ॥ 21 ॥
સુવર્ણધારાસ્તોત્રં યચ્છંકરાચાર્ય નિર્મિતમ્ ।
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ કુબેરસમો ભવેત્ ॥
આ સ્ત્રોતથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા. અને માં લક્ષ્મીએ શંકરાચાર્યને પૂછ્યું હતું. કે હે આચાર્ય તમે આ સ્ત્રોતની રચના કેમ કરી ત્યારે શંકરાચાર્યએ માતા લક્ષ્મીને પ્રણામ કરતાં કહ્યું હતું કે, હે ભગવતી હું જે ગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવા આવ્યો છું. તે પરિવાર ખૂબ જ દરિદ્ર છે. તેમની પાસે કશું ધનધાન્ય નથી. કે જે તેઓ મને ભિક્ષામાં આપી શકે હે માં આપ આ પરિવાર પર કૃપા કરો અને આ પરિવારને ધનધાન્યથી પરિપૂર્ણ કરો ત્યારે માં ભગવતીએ શંકરાચાર્યને કહ્યું. કે હે આચાર્ય આ બ્રાહ્મણ પરિવાર પર પૂર્વે જન્મેલા કર્મોવેશ તેમની આવી દયનીય અને દરિદ્રપૂર્ણ હાલત છે. તેમના પર દયા કરો.
આ બ્રાહ્મણ પરિવાર આ જન્મમાં પણ પોતાના દોષજન્ય કર્મોને કારણે દરિદ્ર જ રહેશે. "આ શબ્દો સાંભળી ભગવાન શંકરાચાર્યએ ફરી માં ભગવતીને પ્રાથના કરી કે હે મહાદેવી આપ આ દરિદ્ર પરિવારનું દુ:ખ હરી લો અને તેમના પર પોતાની કૃપા કરો તેમને ધનધાન્ય અને સંપતિથી પૂર્ણ કરો."

માતા લક્ષ્મીએ શંકરાચાર્યના શબ્દો સાંભળીને તેમને તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા હતા. ત્યાર બાદ શંકરાચાર્યજીએ જે સ્ત્રોતની રચના કરી હતી. તે સ્ત્રોત દ્વારા માં ની સ્તુતિ કરવા લાગ્યા હતા. શંકરાચાર્યએ અતિ આર્દ્ર ભાવ અને શ્રદ્ધાથી માં ભગવતીના સ્ત્રોતનું ગાયન કર્યું હતું. શંકરાચાર્યના આ સ્ત્રોતના ગાયનથી આકાશમાંથી સુવર્ણની વર્ષ થવા લાગી અને ત્યાર બાદ તે ગરીબ બ્રાહ્મણ પરિવાર ખૂબ જ ધનધાન્ય વૈભવ અને સંપત્તિવાન બની ગયા હતા. ત્યાર બાદ આ સ્ત્રોતનું નામ કનકધારા સ્ત્રોત પાડવામાં આવ્યું હતું. એટલે કે કહેવામાં આવે છે, કે આ સ્ત્રોતના રચયિતા સ્વયંમ ભગવાન શંકરાચાર્ય છે. તેથી આ સ્ત્રોતની ભાષા અને કાવ્યાત્મકતા કલિષ્ટ છે. એટલે આ સ્ત્રોત એટલું જ મધુર,ભાવપૂર્ણ અને અર્થપૂર્ણ છે.

આ સ્ત્રોતને સ્વયં સિદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. કનકધારા સ્ત્રોતની ફળશ્રુતિમાં કહેવામાં આવ્યું છે, કે જે ભક્ત કનકધારા સ્ત્રોતનો દરરોજ ત્રણવાર પાઠ કરે તે ભગવાન કુબેર સમાન ધનવાન બને છે. અને જો આ કનકધારા સ્ત્રોત દરરોજ કરવામાં આવે તો તેનું શીઘ્ર ફળ મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.