ક્યારે છે પુષ્ય નક્ષત્ર? મુહૂર્ત અને મહત્વ
પુષ્ય નક્ષત્ર 14 અને 15 ઓક્ટોબરના રોજ આવવાનો છે, જેને 'નક્ષત્રોના રાજા' કહેવાય છે

પુષ્ય નક્ષત્ર

પુષ્ય નક્ષત્ર
દિવાળીના તહેવાર પહેલા આવતું પુષ્ય નક્ષત્ર હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં અત્યંત શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે, જેને 'નક્ષત્રોનો રાજા' પણ કહેવામાં આવે છે. આ નક્ષત્રના સંયોગમાં કરવામાં આવેલી નવી વસ્તુઓની ખરીદી, નિર્માણ કાર્ય અને અન્ય શુભ કાર્યોમાં સફળતા અને કાયમી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વર્ષે એટલે કે 2025માં દિવાળી પહેલા રવિ-પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ મંગળવાર 14 અને 15 ઓક્ટોબરના રોજ આવવા જઈ રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પુષ્ય નક્ષત્રના સંયોગ પર વસ્તુઓની ખરીદીને અત્યંત શુભ ગણવામાં આવે છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રની શરૂઆત 14 ઓક્ટોબર મંગળવારના રોજ સવારે 11:54 કલાકે થશે અને તેનું સમાપન 15 ઓક્ટોબર બુધવારના રોજ બપોરે 12 વાગ્યે થશે, આ દરમિયાન શુભ કાર્યો અને ખરીદી કરી શકાય છે.
પુષ્ય નક્ષત્રનું ધાર્મિક મહત્વ
ધર્મશાસ્ત્રો અનુસાર, પુષ્ય નક્ષત્રના મુખ્ય દેવતા બૃહસ્પતિ છે, જે જ્ઞાન, ધન અને સમૃદ્ધિના કારક છે. જોકે, શનિ ગ્રહ પણ આ નક્ષત્રનો સ્વામી ગ્રહ છે, પરંતુ બૃહસ્પતિના પ્રભાવને કારણે આ નક્ષત્રના ગુણો વધુ જોવા મળે છે. તેથી, પુષ્ય નક્ષત્રમાં બૃહસ્પતિ અને શનિ બન્નેની પૂજા-અર્ચના કરવી લાભકારી માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણ અને માં લક્ષ્મીનો જન્મ પણ પુષ્ય નક્ષત્ર દરમિયાન થયો હોવાથી, તેમને પણ આ શુભ અવસરના દેવી-દેવતા માનીને પૂજવામાં આવે છે.
આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રમાં ઇન્દિરા એકાદશી પર શ્રાદ્ધનો મહિમા
પુષ્ય નક્ષત્ર એટલે શું?
પુષ્ય નક્ષત્ર જ્યારે અન્ય દિવસો સાથે આવે છે, ત્યારે વિશેષ યોગનું નિર્માણ થાય છે. જેમ કે, જ્યારે આ નક્ષત્ર રવિવારના રોજ આવે છે, ત્યારે રવિ-પુષ્ય યોગ બને છે, જે તંત્ર-મંત્ર, દીક્ષા ગ્રહણ અને ઔષધિ નિર્માણ માટે ખૂબ ફળદાયી ગણાય છે. જ્યારે આ નક્ષત્ર ગુરુવારના રોજ આવે છે, ત્યારે ગુરુ-પુષ્ય યોગ બને છે, જે નવા પ્રતિષ્ઠાન, આર્થિક લેવડ-દેવડ, વાહન, ભૂમિ-ભવન, સોના-ચાંદી અને ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ હોય છે.
પુષ્ય નક્ષત્રના દિવસે પૂજા વિધિ અને મંત્ર જાપ
આ શુભ મુહૂર્તમાં ધન અને વ્યાપારમાં વૃદ્ધિ માટે ઘરમાં વ્યાપાર વૃદ્ધિ યંત્ર અથવા શ્રીયંત્ર સ્થાપિત કરીને શ્રીસૂક્તનો પાઠ પોતે અથવા કોઈ આચાર્ય-પંડિત પાસે કરાવવો જોઈએ. પુષ્ય નક્ષત્રની તિથિ પર મા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવીને, વ્રત રાખીને અને પીળા વસ્ત્રો પહેરીને ગુરુના મંત્ર 'ॐ ग्रां ग्रीं ग्रों स: गुरुवै नम:' નો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ વિધિ કરવાથી બૃહસ્પતિ અને મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
પુષ્ય નક્ષત્રમાં ખરીદી માટેની શુભ વસ્તુઓપુષ્ય નક્ષત્રના દિવસે ખાસ કરીને નીચેની વસ્તુઓની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે
સોનું, ચાંદી અને અન્ય આભૂષણોની ખરીદી
વાહન, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય મૂલ્યવાન સામાન
નવો બહી-ખાતો અને મકાન કે જમીન જેવી સ્થાવર મિલકત
નવા વસ્ત્રો અને ધાર્મિક સામગ્રી અવશ્ય ખરીદીને ઘરે લાવવા જોઈએ
ભવન, મંદિર, શાળા અથવા ઔષધાલય જેવા નિર્માણ કાર્યોનો શુભારંભ પણ આ નક્ષત્રમાં ખૂબ શુભ હોય છે
નવો વ્યવસાય શરૂ કરવા, કોઈ મોટા કરાર પર હસ્તાક્ષર કરવા અને આર્થિક લેવડ-દેવડ કરવા માટે પણ આ સમય શ્રેષ્ઠ હોય છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.