ગોવર્ધન પૂજા અને 56 ભોગની તિથિ અને શુભ મુહર્ત
કારતક માસના શુક્લ પક્ષની એકમની તિથિએ ગોવર્ધન પૂજાનો તહેવાર મનાવાય છે

ગોવર્ધન પૂજાનું મુહર્ત

ગોવર્ધન પૂજાનું મુહર્ત
દર વર્ષે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકમના દિવસે મનાવવામાં આવે છે. મથુરા સહિત દેશભરમાં આ પર્વ ઉત્સાહ સાથે ઉજવાય છે, જેમાં ગોવર્ધન પર્વતની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને ગાયોની પણ પૂજા કરવામાં આવે છે અને ગાયોને ચારો ખવડાવવામાં આવે છે.
ગોવર્ધન પર્વતની પૂજા
એવું માનવામાં આવે છે કે, આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવાથી ભક્તો તેમના તમામ દુઃખોમાંથી મુક્ત થાય છે અને તેમને ભગવાન કૃષ્ણની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પૂજાના ભાગરૂપે આ દિવસે 56 ભોગ બનાવવામાં આવે છે.
ગોવર્ધન પૂજાની તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરે છે. કારતક માસના શુક્લ પક્ષની એકમ તિથિની શરૂઆત 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 થઈ રહી છે, જેનું સમાપન 22 ઓક્ટોબરના રોજ રાત્રે 8:16 કલાકે થશે. પૂજા માટેનું શુભ મુહૂર્ત 22 ઓક્ટોબરના રોજ સવારે 6:20થી શરૂ થઈને 8:38 સુધી રહેશે. આ ઉપરાંત, બીજું મુહૂર્ત બપોરે 3:13 કલાકથી શરૂ થઈને સાંજે 5:49 કલાક સુધી રહેશે.
આ પણ વાંચો: જાણો શા માટે લડ્ડુ ગોપાલને ચઢાવાય છે 56 ભોગ?
શ્રીમદ્ ભાગવત પુરાણમાં ઉલ્લેખ
ગોવર્ધન પર્વતની કથાનું વર્ણન શ્રીમદ્ ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે. પૌરાણિક કથા મુજબ, એક સમયે દેવતાઓના રાજા ઈન્દ્રને પોતાના પર ઘમંડ થઈ ગયો હતો. આ ઘમંડને તોડવા માટે, ભગવાન શ્રીકૃષ્ણે એક લીલા રચી હતી. એક દિવસ તેમણે જોયું કે, બધા વ્રજવાસીઓ દેવરાજ ઈન્દ્રના પૂજનની તૈયારીમાં લાગેલા હતા અને વિવિધ પ્રકારના પકવાનો તૈયાર કરી રહ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ માતા યશોદાને પૂછ્યું કે, આ બધી તૈયારી શાની ચાલી રહી છે?
ઈન્દ્રદેવની પૂજાની તૈયારી
માતા યશોદાએ કહ્યું કે, આ ઇન્દ્રદેવની પૂજાની તૈયારી છે, જે વરસાદ વરસાવે છે અને જેનાથી સારી ઉપજ થાય છે. આ સાંભળીને ભગવાન કૃષ્ણએ કહ્યું કે, વરસાદ વરસાવવો એ તો ઈન્દ્રદેવનું કાર્ય છે, જો પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની થવી જોઈએ, કારણ કે ત્યાં આપણી ગાયો ચરે છે. આથી, વ્રજના તમામ લોકોએ ઇન્દ્રદેવની પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કર્યું. આનાથી દેવરાજ ઈન્દ્ર ગુસ્સે થયા અને વ્રજ પર ભયંકર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું.
કૃષ્ણની લીલાની યાદમાં તહેવાર
ઈન્દ્રના પ્રકોપથી વ્રજના લોકોને બચાવવા માટે ભગવાન કૃષ્ણએ પોતાની નાની આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો. તમામ વ્રજવાસીઓએ પર્વત નીચે આશ્રય લીધો. આ દ્રશ્ય જોઈને દેવરાજ ઈન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ત્યારથી જ ગોવર્ધન પર્વતનું પૂજન શરૂ થયું, જે ભગવાન કૃષ્ણની આ લીલાની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.