કેમ કરાય છે ગોવર્ધન પર્વતની પૂજા? જાણો પૌરાણિક કથા
કૃષ્ણના કહેવા પર ઈન્દ્રદેવની પૂજા છોડીને ગોવર્ધનની પૂજન શરૂ થયું

ગોવર્ધન પર્વતની પૂજા

ગોવર્ધન પર્વતની પૂજા
દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકમના દિવસે મનાવવામાં આવે છે. મથુરા સહિત દેશભરમાં આ પર્વ ઉત્સાહ સાથે ઉજવાય છે, જેમાં ગોવર્ધન પર્વતની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે આ પૂજા કેમ કરાય છે તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. ચાલો જાણીએ તેના વિશે.
પૌરાણિક કથાદરેક બ્રજવાસી ઈન્દ્રદેવની પૂજા કરતા હતા. તેમની ઈન્દ્રની પૂજા કરવાનો ભાવ હતો કે, આપણે સૌ ખેડૂત છીએ અને ખેડૂતની અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ ઈન્દ્રના હાથમાં હોય છે. જો એ પ્રસન્ન રહેશે તો પાક સારો રહેશે. આ ભાવથી તેઓ 56 ભોગ ઈન્દ્રને અર્પણ કરે છે. આજે કૃષ્ણ ભગવાને આવીને નંદ બાબાને પૂછ્યું, બાબા આ 56 ભોગ કોના માટે બની રહ્યા છે. ત્યારે તેમણે કહ્યું, આપણા ખેડૂતોના દેવતા ઈન્દ્રની પૂજા માટે 56 ભોગ બનાવીએ છીએ.
33 કોટિ દેવી દેવતા
કૃષ્ણ ભગવાને કીધું, તો સૂર્યની પણ પૂજા કરો. જો સૂર્યદેવ કૃપા નહિ કરે તો પણ આપણી ખેતી ખરાબ તઈ જશે. કૃષ્ણ ભગવાને કહે, તો એક દિવસ વરૂણ દેવની પણ પૂજા કરો, તેમના વગર પણ ખેતીવાડી નહિ થાય. બાબા તો વાયુ દેવની પણ પૂજા કરો, જો તે નારાજ થઈ જશે તો? બાબા તો પૃથ્વીની પણ પૂજા કરો, તેના મનમાં આવી ગયું, હું પાક જ નહિ ઉગાડું તો. ભગવાન કૃષ્ણે કહ્યું. જો આ રીતે પૂજા કરતા રહ્યા તો, 33 કોટિ દેવી દેવતાઓની પૂજા કરો.
આ પણ વાંચો: શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ
નારાયણની પૂજા
કૃષ્ણે કહ્યું, પ્રણામ દરેકને કરો, પણ નિષ્ઠા એકમાં રાખો. જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી તેના પાંદડા લીલાછમ થઈ જાય તેમ બધા દેવી-દેવતાઓ તૃપ્ત થઈ જાય છે નારાયણની પૂજા કરવાથી. આ જ નારાયણ આપણા બ્રજમંડલમાં ગોવર્ધનના રૂપમાં વિરાજમાન છે. આજતક તમે ઈન્દ્રની પૂજા કરતાં રહ્યા પણ આજ મારા કહેવા પર તે નારાયણની પૂજા કરો. નારાયણ પ્રસન્ન થઈ ગયા તો તે સૌ દેવતાઓએ પ્રસન્ન થવું જ પડશે કારણ કે, તે સૌ તેમનામાંથી જ ઉતપન્ન થયા છે. બ્રજવાસી કહે, કૃષ્ણ તારી વાત માની અને ઈન્દ્રની પૂજા બંધ કરવાથી ઈન્દ્ર નારાજ થઈ ગયો તો. કૃષ્ણ કહે, તો જેની શરણમાં જાઓ છો તેની પર વિશ્વાસ કરજો તે રક્ષા કરશે.
ગોવર્ધન પર્વતની પૂજા
બ્રજના તમામ લોકોએ ઇન્દ્રદેવની પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કર્યું. દરેકે પોતાના ઘરની 56 ભોગની સામગ્રી લઈને સજાવી. ગિરિરાજજીની પરિક્રમા કરી, માનસિ ગંગાથી ગોવર્ધનનો અભિષેક કર્યો અને ગોવર્ધનનાથ પ્રગટ થઈ ગયા અને બ્રજવાસીઓનો ભોગ સ્વીકારવા લાગ્યા. બ્રજવાસીઓ ખુશ થઈ ગયા. અને દરેક બ્રજવાસીએ પોતાના હાથથી ગોવર્ધનનાથને ભોગ ખવડાવ્યો. આનાથી દેવરાજ ઈન્દ્ર ગુસ્સે થયા અને બ્રજ પર ભયંકર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું.
ભગવાન કૃષ્ણે આંગળી પર પર્વત ઉઠાવ્યો
ઈન્દ્રના પ્રકોપથી વ્રજના લોકોને બચાવવા માટે ભગવાન કૃષ્ણએ પોતાની નાની આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો. તમામ વ્રજવાસીઓએ પર્વત નીચે આશ્રય લીધો. આ દ્રશ્ય જોઈને દેવરાજ ઈન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ત્યારથી જ ગોવર્ધન પર્વતનું પૂજન શરૂ થયું, જે ભગવાન કૃષ્ણની આ લીલાની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.