ગણેશ ચતુર્થી અને ઉંદર: શું ખરેખર છે કોઈ શુભ સંકેત?
ગણેશ ઉત્સવ 2025 : વિસર્જન અગાઉ ઉંદર દેખાવા પાછળ આ છે મોટો સંકેત, અવગણના ન કરશો
ઉંદર દેખાયતો કેવા મળે સંકેત
ઉંદર દેખાયતો કેવા મળે સંકેત
ગણેશ ચતુર્થીનો પર્વ ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે. 27મી ઓગસ્ટના રોજ ભક્તોએ પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી, જેનું વિસર્જન ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર દોઢ, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસ પછી કરશે. આ પવિત્ર દિવસો દરમિયાન જો કોઈને ઉંદર દેખાય તો તેના પાછળ એક મોટો અને શુભ સંકેત રહેલો છે, તેવું સનાતન ધર્મમાં માનવામાં આવે છે.
ઉંદરનું અચાનક દેખાવું: એક દૈવી સંકેતસનાતન ધર્મ અનુસાર, કોઈ પણ વસ્તુ અચાનક દેખાય તો તેની પાછળ કોઈ સંકેત રહેલો હોય છે, અને તેને ક્યારેય અવગણવો ન જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર છે, તેથી ગણેશ ઉત્સવ દરમિયાન ઉંદરનું દેખાવું એ એક વિશેષ ઘટના છે.

માન્યતા અનુસાર, જો ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં તમને ક્યાંય ઉંદર દેખાય, તો તે એક અત્યંત શુભ સંકેત છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભગવાન ગણેશજીએ તમને આશીર્વાદ આપ્યા છે. આ સંકેત એવું પણ સૂચવે છે કે તમારા જીવનમાંથી બધા અવરોધો ટૂંક સમયમાં દૂર થવાના છે અને તમારા કાર્યોમાં સફળતા મળવાની છે.
સફેદ ઉંદરનું વિશેષ મહત્વજો કોઈને સફેદ ઉંદર દેખાય તો તે વધુ શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. આથી, સફેદ ઉંદરનું દેખાવું એ સંકેત છે કે હવે તમારા જીવનમાં બધા ફેરફારો સકારાત્મક થશે અને પ્રગતિનો માર્ગ ખુલશે.
ઉંદર ઘરની બહાર જતો દેખાય તો શું થાય?જો કોઈને ઉંદર ઘરની બહાર જતો દેખાય તો તેનો અર્થ વધુ સારો છે. આ સંકેત એ દર્શાવે છે કે, તે ઉંદર તમારા ઘરમાંથી બધી સમસ્યાઓ, દુ:ખ અને નકારાત્મકતાને દૂર લઈને જઈ રહ્યો છે, અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છોડી રહ્યો છે. ઘણા લોકો ઉંદરને જોવાને અશુભ માને છે, પરંતુ ગણેશ ઉત્સવના પવિત્ર દિવસો દરમિયાન ઉંદરનું દર્શન થવું એ એક દૈવી સંકેત છે.

આમ, ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ઉંદરનું દેખાવું એ એક શુભ ઘટના છે, જે ભગવાન ગણેશના આશીર્વાદ અને જીવનમાં આવનારી સકારાત્મકતાનું પ્રતીક છે. આ માન્યતાઓ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને વધુ મજબૂત બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.