દિવાળી પર ઘરે લઈ આવો 4 વસ્તુ, ધનની થશે વર્ષા
દિવાળી પહેલા ઘરમાં લાવો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે

દિવાળી 2025

દિવાળી 2025
સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર, સોમવારે મનાવવામાં આવશે. દિવાળીના પાવન અવસર પર ઘરને દીવા અને ફૂલોથી શણગારવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માત્ર સજાવટ જ નહિ, પરંતુ કેટલીક પવિત્ર વસ્તુઓ દિવાળી પહેલા ઘરમાં લાવવી પણ અત્યંત શુભ ગણાય છે.
એવી માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં લાવવાથી ધન લાભ, નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ એવી કઈ ૪ વસ્તુઓ છે, જેને દિવાળી પહેલાં ઘરમાં લાવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિનો માર્ગ ખુલી જાય છે.
ધાતુનો કાચબો: સ્થિરતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં ધાતુનો કાચબો લાવવો અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ધાતુનો કાચબો ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવી લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. આ કાચબાને ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ, કારણ કે આ દિશામાંથી આર્થિક સ્થિરતા, સમૃદ્ધિ અને નાણાકીય સુધારણા આવે છે. ધાતુનો કાચબો દીર્ધાયુષ્ય અને શક્તિનું પણ પ્રતીક હોવાથી તે લાંબા ગાળે ઘરમાં સૌભાગ્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આથી, દિવાળી પહેલાં ધાતુનો કાચબો ઘરમાં લાવવાનું ન ભૂલશો.
2. આખું નાળિયેર: લક્ષ્મીજીનું સ્વરૂપ
વાસ્તુ શાસ્ત્રમાં નાળિયેરને સાક્ષાત દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેને 'શ્રીફળ' પણ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે, દિવાળી પહેલાં ઘરમાં આખું નાળિયેર લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાળિયેરને ઘરમાં લાવ્યા બાદ તેને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં મૂકવું જોઈએ. આ દિશામાં રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ધનની ઉણપ થતી નથી. આખું નાળિયેર સમૃદ્ધિ અને પૂર્ણતાનું પ્રતિક છે.
આ પણ વાંચો: દિવાળી પર મીઠાઈઓની માહેક ફિક્કી પડી
3. તુલસીનો છોડ: સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સમૃદ્ધિનો સ્ત્રોત
જો તમારા ઘરમાં તુલસીનો પવિત્ર છોડ નથી, તો તેને દિવાળી પહેલાં લાવવા માટેનો સમય શ્રેષ્ઠ છે. તુલસીનો છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. તુલસી સારા સ્વાસ્થ્ય અને ખુશી લાવવા માટે જાણીતી છે. તેને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વચ્ચેની કડી પણ માનવામાં આવે છે. દિવાળી પહેલાં તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહિ. ઘરમાં તુલસી રાખવાથી આધ્યાત્મિક અને આર્થિક બન્ને રીતે સમૃદ્ધિ મળે છે, અને લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે.
4. સાવરણી: ગરીબી દૂર કરનાર
દિવાળી પહેલાં સાવરણી લાવવી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ગંદકી અને દરિદ્રતાને દૂર કરીને સ્વચ્છતા લાવે છે. એવું કહેવાય છે કે, નવી સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ગરીબી દૂર થાય છે. જોકે, નવી સાવરણીને યોગ્ય રીતે અને ગુપ્ત જગ્યાએ રાખવી પણ જરૂરી છે. આ 4 વસ્તુઓ દિવાળી પહેલા ઘરમાં લાવવાથી સૌભાગ્યના દ્વાર ખુલી જાય છે.
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષની દિવાળી ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગવાળી માનવામાં આવે છે. હકીકતમાં, 100 વર્ષ પછી આ દિવાળી પર ત્રિગ્રહી યોગ અને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે અત્યંત ફળદાયી છે. આ સાથે દિવાળીના દિવસે પ્રદોષ કાળ અને વૃષભ કાળ પણ પૂજા માટે પ્રાપ્ત થશે, જે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટેનો ઉત્તમ સમય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.