અયોધ્યામાં 26 લાખ દીવાની મહાઆરતીથી વર્લ્ડ રેકોર્ડ
અયોધ્યામાં 56 ઘાટ પર 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને અને 2128 વેદાચાર્યોએ મહાઆરતી કરી

26 લાખ દીવાની મહાઆરતી

26 લાખ દીવાની મહાઆરતી
વર્ષ 2017થી દર વર્ષે અયોધ્યામાં આયોજિત થતા અયોધ્યા દીપોત્સવે ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. નવમા દીપોત્સવ 2025ના અવસરે આ વખતે 2 નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. આ ભવ્ય ઉત્સવ માટે અયોધ્યાના 56 ઘાટોને દીવાઓથી શણગારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરથી દીપોત્સવનો શુભારંભ કરાવતાની સાથે જ સ્વયંસેવકોએ દીવા પ્રગટાવવાનું શરૂ કર્યું હતું.
26 લાખથી વધુ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ
માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને એક નવો રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સરયુ નદીના તટ પર 2128 વેદાચાર્યો દ્વારા કરવામાં આવેલી મહાઆરતીનો પણ એક ઐતિહાસિક રેકોર્ડ બન્યો હતો. આ બન્ને રેકોર્ડની જાહેરાત સ્થળ પર જ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

રામનો રાજ્યાભિષેક અને ભવ્ય ઉજવણી
હંમેશની જેમ, આ વખતે પણ અયોધ્યા દીપોત્સવ પર દેશ-દુનિયાની નજર હતી. રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કમાં મંચ પરથી પ્રભુ શ્રીરામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. ત્યારબાદ CM યોગી રામ મંદિરના પ્રથમ માળ પર સ્થાપિત રામદરબારમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે રામલલાનું પૂજન-અર્ચન કરીને મંદિર પરિસરના મુખ્ય દ્વાર સામે એક દીવો પ્રગટાવીને દીપોત્સવનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો.
સરયુ તટ પર 2128 વેદાચાર્યો દ્વારા મહાઆરતી
આ શુભારંભ થતા જ 56 ઘાટો પર કુલ 26 લાખ 17 હજાર 215 દીવા પ્રગટાવીને અયોધ્યાવાસીઓએ નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ત્યારબાદ સરયુ તટ પર 2128 વેદાચાર્યો દ્વારા મહાઆરતી કરવામાં આવી, જેણે બીજો રેકોર્ડ બનાવ્યો. અંધારું થતાં જ 1100 ડ્રોન દ્વારા આકાશમાં એક અદ્ભુત નજારો અને પ્રભુ શ્રીરામની આકૃતિ ઉકેરવામાં આવી, જેણે રામની પૌડી પર આયોજિત લેઝર અને ડ્રોન શો સાથે મળીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વિપક્ષ પર સીએમ યોગીના પ્રહાર
નવમા દીપોત્સવના પ્રસંગે અયોધ્યા પહોંચેલા CM યોગી આદિત્યનાથે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે 2017 માં તેમની સરકારે અયોધ્યા ધામમાં દીપોત્સવ આયોજિત કરવાનો નિર્ણય લીધો. તેમણે રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે વિપક્ષના વલણની ટીકા કરતા કહ્યું કે, "એ જ અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, રામ એક મિથક છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ રામ ભક્તો પર ગોળીઓ ચલાવી હતી."

શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત
CM યોગીએ ગયા વર્ષે યોજાયેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણનો કથિત રીતે અસ્વીકાર કરવા બદલ પણ વિપક્ષી દળોની ટીકા કરી હતી. CM યોગીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ એ જ લોકો છે જે બાબરીની કબ્ર પર નમન કરે છે, પરંતુ જ્યારે તેમને શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે તેઓ નિમંત્રણનો અસ્વીકાર કરી દે છે. મુખ્યમંત્રીએ અયોધ્યામાં આવેલા પરિવર્તનો પર ભાર મૂકતા કહ્યું કે, અયોધ્યા હવે "વિકાસ અને વિરાસતનું અદ્ભુત સંગમ" પ્રસ્તુત કરે છે અને આખા ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 51 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.