પ્રાચીન શિલ્પ અને સંગીતનો સમન્વય: ઐરાવતેશ્વર મંદિર
પ્રાચીન શિલ્પ અને સંગીતનો સમન્વય: ઐરાવતેશ્વર મંદિરનું અદ્ભુત રહસ્ય
ઐરાવતેશ્વર મંદિર
ઐરાવતેશ્વર મંદિર
ભોલેનાથને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં શિવ મંદિરોની યાત્રાનો મહિમા અનેક ગણો વધી જાય છે. આવું જ એક અનોખું અને રહસ્યમય મંદિર તમિલનાડુના કુંભકોણમ પાસે આવેલું છે, જેનું નામ ઐરાવતેશ્વર મંદિર છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ઇતિહાસ, સ્થાપત્ય અને કલાનો અણમોલ ખજાનો પણ છે.
ઇતિહાસના પાનાઓ પર એક ચમકતો અધ્યાયઆ ભવ્ય શિવ મંદિર ૧૨મી સદીમાં ચોલ રાજા રાજરાજા બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરનું નામ ઇન્દ્રના શ્વેત હાથી 'ઐરાવત' પરથી પડ્યું છે. દંતકથા અનુસાર, મહર્ષિ દુર્વાસાના શ્રાપથી પોતાનો રંગ ગુમાવી બેઠેલા ઐરાવતે અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરીને અને મહાદેવની પૂજા કરીને ફરી પોતાનો મૂળ રંગ પાછો મેળવ્યો હતો. આવી જ રીતે, યમદેવતાએ પણ અહીં સ્નાન અને પૂજા કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. આથી, મંદિરની કોતરણીમાં યમની છબી પણ જોવા મળે છે.
ઐરાવતેશ્વર મંદિર, તંજાવુરના બૃહદેશ્વર મંદિર અને ગંગાઈકોંડા ચોલેશ્વરમ મંદિર સાથે મળીને, ચોલ રાજવંશ દ્વારા નિર્મિત ત્રિમૂર્તિ મંદિરોનો ભાગ છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ છે.
સંગીતમય સીડીઓ: એક અનસુલઝ્યું રહસ્યઆ મંદિરની સૌથી અનોખી વિશેષતા તેની સંગીતમય સીડીઓ છે. મંદિરના પ્રવેશદ્વાર પર સાત પગથિયાં છે, જે સંગીતના સાત સૂર "સા, રે, ગા, મા, પા, ધા, ની" દર્શાવે છે. જ્યારે આ પગથિયાં પર હળવો પગ મૂકવામાં આવે છે, ત્યારે સંગીતની મધુર ધૂન ગુંજી ઉઠે છે. આ ૮૦૦ વર્ષ જૂની સ્થાપત્ય કલાનું એક એવું રહસ્ય છે, જેને આજે પણ વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે સમજી શક્યા નથી. આ પગથિયાં ચોલ વંશના સ્થાપત્ય અને વિજ્ઞાનના અદ્ભુત જ્ઞાનનો પુરાવો આપે છે.

૨૪ મીટર ઊંચા વિમાન (શિખર) અને ઘોડાથી દોરેલા રથ આકારનું મંડપમ આ મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. મંદિરની દિવાલો પર પુરાણોની અનેક વાર્તાઓ કોતરવામાં આવી છે. આ કોતરણીમાં યમ, સપ્તમાતા, ગણેશ અને અન્ય વૈદિક-પૌરાણિક દેવી-દેવતાઓની શિલ્પો કલાની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આ મંદિર ચોલ વંશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક સૂઝનો અરીસો છે.
યાત્રાધામ અને પર્વનું કેન્દ્રવર્ષભર અહીં ભક્તો મહાદેવના દર્શનાર્થે આવે છે, પરંતુ શ્રાવણ અને મહા શિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત, કાર્તિક પૂર્ણિમા, તિરુકાર્તિકાઈ અને વાર્ષિક મહોત્સવ જેવા પ્રસંગો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
આ મંદિરની મુલાકાત લેવા માટે કુંભકોણમ પહોંચવું સહેલું છે. તિરુચિરાપલ્લી એરપોર્ટ અને કુંભકોણમ રેલ્વે સ્ટેશનથી સરળતાથી પહોંચી શકાય છે. બસ અને ટેક્સી સેવાઓ પણ ઉપલબ્ધ છે.
જો તમે ઇતિહાસ, સ્થાપત્ય અને ધાર્મિક આસ્થાના એક અનોખા સમન્વયનો અનુભવ કરવા માંગતા હો, તો ઐરાવતેશ્વર મંદિરની મુલાકાત એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર