ઝીશાન સિદ્દીકીને ફરી જાનથી મારી નાખવાની ધમકી
વિદેશથી આવ્યો વોઈસ મેસેજ, પોલીસ એક્શનમાં

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Zeeshan Siddique Death Threat: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP- અજિત પવાર જૂથ) ના નેતા અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની સુરક્ષાને લઈને ફરી ગંભીર ચિંતા ઊભી થઈ છે. ઝીશાન સિદ્દીકીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળતાં મહારાષ્ટ્ર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમને વિદેશથી એક ધમકીભર્યો વોઈસ મેસેજ મોકલવામાં આવ્યો છે. ઝીશાન સિદ્દીકીએ સમગ્ર મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વિદેશથી આવ્યો ધમકીભર્યો વોઈસ મેસેજ
મળતી માહિતી મુજબ, ઝીશાન સિદ્દીકીના પર્સનલ મોબાઈલ નંબર પર વિદેશથી ધમકીભર્યો ઓડિયો મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનું નામ ઝીશાન અખ્તર હોવાનું જણાવ્યું હોવાનો દાવો છે. મેસેજમાં ઝીશાન સિદ્દીકીની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ મામલો ગંભીર બન્યો છે. મુંબઈ પોલીસ હવે આ વોઈસ મેસેજની ટેકનિકલ તપાસ કરી રહી છે. મેસેજ ક્યાંથી મોકલાયો, તેનો સ્ત્રોત શું છે અને મોકલનારનું ચોક્કસ લોકેશન શું છે તે અંગે સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
7 ઓગસ્ટે પણ વાયરલ થયો હતો ધમકીભર્યો ઓડિયો
આ તાજી ધમકી પહેલાં પણ ઝીશાન સિદ્દીકી સંબંધિત એક ધમકીભર્યો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 7 ઓગસ્ટે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ ઝીશાન સિદ્દીકીની બહેને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે સમયે નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. હવે સીધો વોઈસ મેસેજ મળતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદથી ઝીશાનની સુરક્ષા વધારાઈ
ઝીશાન સિદ્દીકીના પિતા અને NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો. આ હાઈપ્રોફાઈલ હત્યા કેસ બાદ ઝીશાન સિદ્દીકીની સુરક્ષા વધારવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી અને ગેંગસ્ટર નેટવર્કના એંગલથી પણ તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
અગાઉ પણ મળી ચૂકી છે ધમકી
ઝીશાન સિદ્દીકી અગાઉ પણ ધમકીઓનો સામનો કરી ચૂક્યા છે. ઓક્ટોબર 2024માં વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની બાંદ્રા ઓફિસના વોટ્સએપ નંબર પર ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે નોઈડાથી એક યુવકની ધરપકડ કરી હતી. ત્યારબાદ એપ્રિલ 2025માં પણ ઝીશાન સિદ્દીકીને સતત ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. આ ઈ-મેઇલમાં જાનથી મારી નાખવાની ધમકી સાથે મોટી રકમની ખંડણી માંગવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી.
મુંબઈ પોલીસ અને સાયબર ટીમ એલર્ટ
વારંવાર મળતી ધમકીઓ અને બાબા સિદ્દીકી હત્યા કેસની પૃષ્ઠભૂમિને જોતા પોલીસ આ નવા મામલાને ગંભીરતાથી લઈ રહી છે. મુંબઈ પોલીસની સાયબર અને ટેકનિકલ ટીમો ધમકીભર્યા ઓડિયો મેસેજના સ્ત્રોતની તપાસ કરી રહી છે. હાલ પોલીસનું મુખ્ય ફોકસ મેસેજ મોકલનાર વ્યક્તિની ઓળખ, લોકેશન અને તેના સંભવિત નેટવર્ક સુધી પહોંચવા પર છે. બીજી તરફ, ઝીશાન સિદ્દીકીની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?