ગાંધીનગરમાં ક્યાં નેતાની IT વિભાગે હાથ ધરી તપાસ?
ભારતીય નેશનલ જનતાદળના નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 ઠેકાણે હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

ભારતીય નેશનલ જનતાદળના નેતા સંજય ગજેરા અને તેમની ઓફિસની તસવીર

ભારતીય નેશનલ જનતાદળના નેતા સંજય ગજેરા અને તેમની ઓફિસની તસવીર
ગુજરાતમાં રજિસ્ટર્ડ હોય પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. દેશમાં ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો ખુલાસો થયો છે. જેમાં ભારતીય નેશનલ જનતા દળે રૂપિયા 957 કરોડની આવક કરી છે. ભારતીય નેશનલ લોકદળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન સહિત ત્રણ સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
'ભારતીય નેશનલ જનતા દળ'ના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાએ સૌથી વધુ કમાણી કરી છે. તેથી આવકવેરા વિભાગના નિશાને સંજય ગજેરા આવી ગયા છે. ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી છે.
ઈન્કમ ટેક્સ વિભાગે સંજય ગજેરાની સેકટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપક વિઠ્ઠલ ગજેરાનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરા કરી રહ્યા છે. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના ફાંફા હોવા છતાં મોંઘી કાર અને બાઈક ખરીદ કરી હોવાથી સૌ કોઈની નજરમાં સંજય ગજેરા આવી ગયા છે. સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી કેટલાક મહત્વના પુરાવા આવકવેરાને હાથ લાગ્યા છે.
ADRના રિપોર્ટ પ્રમાણે 2019-20થી 2023-24 દરમિયાન રજિસ્ટર્ડ હોવા છતાં અમાન્ય ગણાતા પાંચ પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. એટલે કે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. તેમની કુલ આવક તમામ આવા પક્ષોની આવકના 70 ટકા છે. ગુજરાતમાં 95 પક્ષો પૈકી 36 પક્ષોએ વાર્ષિક રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો છે. રિપોર્ટમા જણાવાયું છે કે ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અટકાવવા માટે આવા પક્ષોનું નિયમન જરૂરી છે.
આવા પક્ષો દ્વારા મોટા ભાગના રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ તેમના કોઇ ઉમેદવાર જીત્યા નથી. બિહાર, હરિયાણાની 2-2 પક્ષોની આવક 300 કરોડ 2019-20થી 2023-24 દરમિયાન સૌથી વધુ આવક ધરાવતા ટોપ-10 રજિસ્ટર્ડ અમાન્ય પક્ષોમાં ગુજરાતના ઉપરોક્ત પાંચ ઉપરાંત બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષ સામેલ છે. બિહારના આમ જનમત પક્ષ 220 કરોડ, પ્રબળ ભારત પક્ષ 104 કરોડ, હરિયાણામાં રાષ્ટ્રીય વિકાસ પક્ષ 208 કરોડ, જન સેવક ક્રાંતિ પક્ષ 100 કરોડ અને દિલ્હીમાં પબ્લિક પોલિટિકલ પાર્ટીની આવક 66 કરોડ છે. ટોપ-10 કમાણી કરતાં રજિસ્ટર્ડ 4 પક્ષ 2018 કે ત્યારબાદ નોંધાયા છે. જન મન પાર્ટી 2021માં, સત્યવાદી રક્ષક પાર્ટી 2022માં, સૌરાષ્ટ્ર જનતા પક્ષે 2019માં નોંધણી કરાવી હતી.
ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલા અજાણ્યા 10 રાજકીય પક્ષોને 2019-20થી 2023-24 દરમિયાન 4300 કરોડનું દાન મળ્યું છે. ચૂંટણી પંચના કન્ટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ, આ પક્ષોને કેરળથી કાશ્મીર, પોરબંદરથી ત્રિપુરા સહિત 23 રાજ્યોથી દાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 2029 અને 2024 લોકસભા અને 2022 વિધાનસભા ચૂંટણીમાં આવા પક્ષોએ કુલ 43 ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેમને કુલ 54,069 મત મળ્યા હતા. આ પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પંચમાં જમા કરાવેલ ઇલેક્શન એક્સપેન્ડિચર રિપોર્ટ મુજબ ચૂંટણીમાં કુલ 39.02 લાખ ખર્ચ દર્શાવ્યો છે.
ચૂંટણીમાં જે પક્ષોને ઓછા મત મળે તેમને 'રજિસ્ટર્ડ અમાન્ય' પક્ષો ગણવામાં આવે છે. આ પક્ષો ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ હોય છે, પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. પાંચ વર્ષ દરમિયાન યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પાંચ પક્ષોએ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. તેમ છતાં તેવા પક્ષોને માત્ર 22 હજાર મત મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!