ગુજરાતની માધ્યમિક શાળાઓની ખરાબ સ્થિતિની ભાજપના ક્યા સાંસદે ખોલી પોલ?
માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, ક્લાર્ક અને હોસ્ટેલમાં ગૃહપતિ, રસોઈયાનો અભાવ હોવાની કરી રજૂઆત

ભાજપના ક્યા સાંસદે ખોલી પોલ

ભાજપના ક્યા સાંસદે ખોલી પોલ
ગુજરાતના આદિવાસી વિસ્તારની માધ્યમિક શાળાઓની બદતર સ્થિતિની ખુદ ભાજપના સાંસદે પોલી ખોલી છે. માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, ક્લાર્ક અને સ્ટાફ તેમજ ગૃહપતિ અને રસોઈયાનો અભાવ હોવાનો ખુલાસો ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, સ્ટાફ, ગૃહપતિ, રસોઇયા, ક્લાર્ક તથા શાળાની વ્યવસ્થામાં સુધારો લાવવા મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓની દયનીય સ્થિતિ અંગે જાણ કરી છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, મે તા. 25-1-2025 ના રોજ ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામે સરકારી માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સ્કુલ તથા હોસ્ટેલ કેમ્પસની હાલત ખુબ જ દયનીય જોવા મળી હતી. હોસ્ટેલનું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે. રસોઈ ઘર તથા સ્ટોરરૂમની હાલત પણ સારી નથી. હોસ્ટેલ અને શાળાની આસપાસ ખુબ જ મોટાપાયે ઘાસ તથા ઝાડ જોવા મળ્યા હતા. પાણીનો બોર છે પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. વિષયવાર પૂરતા શિક્ષકોનો સ્ટાફ નથી. હોસ્ટેલમાં ગૃહપતિ નથી. વોચમેન વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે.
તેમણે ઉમેર્યુ હતુ કે, ભોજન બનાવવા માટે રસોઈયો નહી હોવાથી સફાઇ અને પાણીની કામદાર બહેન અને શાળાના વિદ્યાર્થીઓ રસોઇ બનાવે છે. હોસ્ટેલના બાળકોને સવાર-સાંજ કઠોળ તથા દાળ-ભાત, રોટલી/રોટલા આપવામાં આવે છે. એકપણ ટાઈમ શાકભાજી આપવામાં આવતા નથી. આવા પ્રકારની આદિવાસી બાળકોની સ્થિતિ છે. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની માંગણી છે કે, હોસ્ટેલમાં પૂરતા વિષયવાર શિક્ષકો હોવા જોઇએ. ક્લાર્ક, ગૃહપતિ અને ભોજન બનાવવા માટે અનુભવી રસોઇયાની ભરતી કરવી જોઇએ. નિયમ પ્રમાણે મેનુ બનાવી શાકભાજી આપવા જોઇએ તેમજ શાળા અને હોસ્ટેલની બિલ્ડીંગની સ્વચ્છતા માટે અલગથી સફાઈ કામદારની ભરતી કરવી જરૂરી છે.
મનસુખ વસાવાએ શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ અંગે બળાપો ઠાલવતા માત્ર એક-બે નહી પણ નર્મદા અને ભરૂચ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની સ્થિતિ આ પ્રકારની હોવાનું જણાવ્યુ છે. સાગબારા તાલુકાના કોલવણ ગામે માધ્યમિક શાળાની પણ આવી સ્થિતિ હોવાનું કહ્યુ છે. તેમણે તમામ માધ્યમિક શાળા તથા હોસ્ટેલોમાં વિષયવાર પૂરતા શિક્ષકોના સ્ટાફની ભરતી કરી હોસ્ટેલ અને જર્જરિત મકાનની મરામત કરવા અથવા નવા બિલ્ડીંગનું બાંધકામ કરવાની માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?