ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી જાહેર: 23 એપ્રિલે મતદાન
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી બેઠક ખાલી પડી હતી, 23 એપ્રિલે મતદાન

ઉમરેઠ મામલતદાર કચેરીની ફાઈલ તસવીર

ઉમરેઠ મામલતદાર કચેરીની ફાઈલ તસવીર
કેન્દ્રીય ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના કારણે પેટા ચૂંટણી યોજાશે. 23 એપ્રિલના રોજ મતદાન અને 4 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
પેટા ચૂંટણીનો કાર્યક્રમ
તા. 30.03.2026 ને સોમવારના રોજ જાહેરનામુ બહાર પડશે
તા. 06.04.2026 ને સોમવાર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
તા. 07.04.2026 ને મંગળવારના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે
તા. 09.04.2026ને ગુરુવાર સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે
તા. 09.04.2026ને ગુરુવારના રોજ હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાશે
તા. 23.04.2026 ને ગુરુવારના રોજ મતદાન થશે
તા. 04.05.2026 ને સોમવાના રોજ મત ગણતરી કરવામાં આવશે
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તા. 06.05.2026ને બુધવાર રહેશે
ગત ચૂંટણીમાં ગોવિંદ પરમાર જીત્યા હતા
6 માર્ચ 2026ના રોજ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હતું. ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022 માં ગોવિંદ પરમારે 95,639 મત મેળવીને NCPના જયંતભાઈ બોસ્કીને 26,717 મતથી હરાવ્યા હતા.
ગુજરાત વિધાનસભા ખંડિત
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ માનવામાં આવે છે. કારણ કે 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો જળવાતો નથી. ભૂતકાળમાં ઘણી ઘટનાઓ સામે આવી છે કે જ્યારે ધારાસભ્યોના રાજીનામાથી અથવા ધારાસભ્યના નિધનથી 182નો આંકડો ખંડિત થાય છે. ચૂંટણી પંચ અને વિધાનસભાના નિયમો પ્રમાણે કોઈ પણ બેઠક પર ધારાસભ્યનું નિધન થાય તો બેઠક ખાલી જાહેર કરવી પડે છે. જે મુજબ ગત 10 માર્ચના રોજ 111-ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી હોવાનું સત્તાવાર નોટિફિકેશન ગુજરાત વિધાનસભા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ
ભારતીય જનતા પાર્ટી: 161 બેઠક
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: 12 બેઠક
આમ આદમી પાર્ટી: 5 બેઠક (બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપમાંથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદ પરથી નહીં)
અપક્ષ: 2 બેઠક (ધાનેરાના માવજી દેસાઈ અને બાયડના ધવલ ઝાલા)
સમાજવાદી પાર્ટી: 1 બેઠક (કુતિયાણા કાંધલ જાડેજા)
કુલ: 181 બેઠક (ઉમરેઠ ખાલી)
ઉમરેઠ બેઠકની સ્થિતિ
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2.47 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. કુલ 306 મતદાન મથકો (બૂથ) ઊભા કરવામાં આવશે. તાજેતરમાં હાથ ધરાયેલી કામગીરી SIR દરમિયાન મતદાર યાદીમાં 45 હજાર મતદારના નામ કમી કરવામાં આવ્યા છે.
ચૂંટણી ઇતિહાસ પર નજર કરીએ તો, બ્રાહ્મણ, પટેલ અને ક્ષત્રિય ઉમેદવારોએ આ બેઠક જીતી છે. જે દર્શાવે છે કે જનતા કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે 'કમિટેડ' નથી. આ બેઠકમાં ક્ષત્રિય 28 થી 30%, પટેલ 25 થી 28%, વણિક-બ્રાહ્મણ 12 થી 13%, મુસ્લિમ 10%થી વધુ, અન્ય: 15 થી 17%
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો