ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ત્રણ મહિલા નેતાઓને સ્થાન
જામનગરથી રીવાબ જાડેજા,વડોદરાથી મનીષા વકીલ,અસારવાથી દર્શનાબેન વાઘેલાનો સમાવેશ

દર્શનાબેન વાઘેલા,રીવાબ જાડેજા,મનીષા વકીલ

દર્શનાબેન વાઘેલા,રીવાબ જાડેજા,મનીષા વકીલ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકારણના ઉદેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપીને રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવ્યું છે. વડોદરાના અનુભવી નેતા મનીષ વકીલ અને જામનગર ઉત્તરના રિવાબા જાડેજા અને અમદાવાદના દર્શના બેન વાઘેલાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, કે અનુભવ અને યુવા ઉર્જાનું સંતુલન જાળવીને આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
મનીષા વકીલ :
મનીષા વકીલએ વડોદરા શહેરના અનામત બેઠકના ધારાસભ્ય છે.
શિક્ષણ તરીકે તેમણે એમ. એ , બી.એડ.,પીએચ. ડી. સુધીનો અભ્યાસ કર્યો છે. ધારાસભ્ય મનીષા વકીલ રાજકારણમાં પ્રવેશતા પહેલા તે બ્રાઈટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા.
રાજકીય કારકિર્દીમાં તેઓ 2012,2017 અને 2022માં સતત ત્રણ વખત ચુંટણી જીત્યા હતા. 2022ની ચુંટણીમાં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી હતી.
તેમણે 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બાદ 2025ના નવા મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મળ્યું છે.
રીવાબા જાડેજા :
જામનગર ઉત્તરના ધારાસભ્ય છે. તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક મેળવ્યું હતું. તેમના પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર હતા. મહિલા સશક્તિકારણના ઉદેશ્યથી 'માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ' નામનું NGO પણ શરૂ કર્યું હતું. 2019માં ભાજપમાં જોડાવતા પહેલા તેમણે કરણી સેનના સભ્ય તરીકે 'પદ્માવત' ફિલ્મ પર વિરોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ કરણી સેનાના મહિલા વિંગના વડા પણ બન્યા હતા. અંગત જીવનમાં તેમને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા હતા. અને તેમને એક પુત્રી પણ છે.
દર્શના વાઘેલા :
અમદાવાદમાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવાના ધારાસભ્ય છે. તેમણે શિક્ષણમાં બી. કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. રાજનીતિમાં પ્રવેશ કરતાં પહેલા તેમને અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) મહત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. 2022 માં વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ 2025માં મંત્રીમંડળમાં તેમનો સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાતની મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધવાનો મજબૂત સંદેશો મળ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?