ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે ચોંકાવનારો અહેવાલ
ગુજરાતની હજારો શાળાઓમાં એક જ શિક્ષક, ડ્રોપઆઉટ રેશિયો અને ખામીથી ચિંતાઃ નીતિ આયોગ

AI જનરેટેડ

AI જનરેટેડ
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ સંબંધિત અહેવાલથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી છે. રાજ્યમાં 1,05,134 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી 2936 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ખરાબ હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકારની શિક્ષણ નીતિઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સતત કથળી રહી છે. નીતિ આયોગના અહેવાલે સરકારના શિક્ષણ મોડલની હકીકત બહાર લાવી દીધી છે.
નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાતમાં 63 શાળાઓ એવી છે કે, જ્યાં એકપણ વિદ્યાર્થી નથી છતાં ત્યાં 78 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ ધરાવતી અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. આ પરિસ્થિતિ ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા માટે ગંભીર પડકાર ઉભો કરી રહી છે.
રાજ્યમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ 16.9 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 11.5 ટકા છે. વર્ષ 2025-26 દરમિયાન આઉટ-ઓફ-સ્કૂલ બાળકોની સંખ્યામાં 341 ટકાનો વધારો નોંધાયો છે. હાલમાં 2.4 લાખ બાળકો શિક્ષણથી વંચિત છે. જેમાં 1.1 લાખ કિશોરીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ 2005માં સરકારી શાળાઓમાં નોંધણી 71 ટકા હતી. જે હવે ઘટીને 49.24 ટકા સુધી પહોંચી ગઈ છે. શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત, જર્જરિત ઈમારતો, બિનકાર્યક્ષમ ટોઈલેટ અને પ્રયોગશાળાની સુવિધાના અભાવે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે.
રાજ્યમાં 42 હજાર વર્ગખંડોની અછત હોવાનું પણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. અનેક શાળાઓમાં નવા પ્રવેશ બંધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગના આંકડા મુજબ ધોરણ 10 સુધી પહોંચતા લગભગ 27.6 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે.
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરની વાત કરીએ તો, પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં 24 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે. જ્યારે દેશની સરેરાશ 20:1 છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં 27 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 15:1 છે. આ આંકડાઓ રાજ્યમાં શિક્ષકોની ગંભીર અછત તરફ ઈશારો કરે છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, શિક્ષણ ક્ષેત્રમાં હજારો કરોડના ખર્ચા છતાં જમીન પર પરિસ્થિતિ સુધરતી નથી. રાજ્યમાં શાળાઓ બંધ થવી, શિક્ષકોની અછત અને ખાનગીકરણના વધતા પ્રભાવને કારણે સામાન્ય અને ગ્રામ્ય પરિવારોના બાળકોના શિક્ષણ પર ગંભીર અસરો પડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.