AAPને ઝટકો, 7 રાજ્યસભા સાંસદોનો BJP પ્રવેશ મંજૂર
રાજ્યસભા અધ્યક્ષની મંજૂરી બાદ AAPના સાત સાંસદો ભાજપમાં જોડાયા, રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું

રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદિપ પાઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા ત્યારની તસવીર

રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદિપ પાઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા ત્યારની તસવીર
રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 7 સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી મળી છે. રાજ્યસભા અધ્યક્ષે પ્રસ્તાવને મંજૂરી આપતાં રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. આ ફેરફારના કારણે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત સાત આમ આદમી પાર્ટીના સાંસદોના ભાજપમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રાજ્યસભાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ભાજપના સાંસદોની યાદીમાં સાત નેતાઓનો સમાવેશ કર્યો છે.
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોના જોડાવવાની સાથે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. જેમાંથી પાંચ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્યો છે. ભાજપમાં જોડાનારા AAP સાંસદોમાં અશોક મિત્તલ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે.
AAP પાસે હવે ફક્ત ત્રણ સાંસદો રહ્યાં
ગત શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આમ આદમી પાર્ટીના સાંસદોનું મીઠાઈ ખવડાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. AAPના સાત સાંસદોના ભાજપમાં વિલય બાદ પાર્ટી પાસે હવે ત્રણ સાંસદ રહ્યા છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી પાસે હવે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહ રહ્યા છે.
ભાજપ અને બળવાખોર સાંસદો પર સંજયસિંહના પ્રહાર
સાંસદોના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ ગુસ્સે ભરાયા હતા. પત્રકાર પરિષદ દરમિયાન, તેમણે આમ આદમી પાર્ટીમાંથી સાત સાંસદોના પ્રસ્થાનને ગેરકાયદે ગણાવ્યું. સંજય સિંહે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ કરી આરોપ લગાવ્યો કે ભાજપે નિયમો વિરુદ્ધ કામ કર્યું છે. આમ છતાં, આ સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે.
સંજયસિંહની અરજી ફગાવી
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે, જે સાંસદો 'આપ'ની ટિકિટ પર ચૂંટાયા હતા. તેમનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે પક્ષાંતર ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી. પરંતુ રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.
ગત અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યસભામાં 'આપ'ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થશે નહીં અને આ વિલય માન્ય ગણાશે. રાઘવ ચઢ્ઢાની સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક અને અશોક મિત્તલે ભાજપનો ખેસ પહેર્યો છે. આ નેતાઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?