RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ: મલ્લિકાર્જુન ખડગે
RSS દેશમાં કાયદો અને વ્યવસ્થાની મોટાભાગની સમસ્યાઓ માટે જવાબદાર હોવાનું ખડગેએ કહ્યું

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહાર કર્યા હતા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર પ્રશ્ન પૂછવામાં આવતાં, ખડગે એ સ્પષ્ટપણે કહ્યું કે, "મારો અંગત અભિપ્રાય એ છે કે, RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ." તેમણે દાવો કર્યો કે, દેશમાં કાયદો અને વ્યવસ્થાની મોટાભાગની સમસ્યાઓ માટે RSS અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ખડગે એ ભારપૂર્વક જણાવ્યું કે, સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી ચારિત્ર્યને બચાવવા માટે અગાઉ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે BJPને પોતાના કાર્યો પર ધ્યાન આપવા જણાવ્યું અને કહ્યું કે, તેઓ ગમે તેટલો પ્રયાસ કરે, સત્યને ભૂંસી શકાશે નહિ.
નહેરુ અને પટેલ વચ્ચેના સંબંધો પર જવાબ
મલ્લિકાર્જુન ખડગે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચે અણબનાવ દર્શાવવાના પ્રયાસોની પણ આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને BJP હંમેશા બંને નેતાઓ વચ્ચે વિખવાદ દર્શાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે વાસ્તવમાં નહેરુ અને પટેલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. ખડગે એ દાવો કર્યો કે, સરદાર પટેલ પોતે નહેરુને લોકોના નેતા તરીકે વર્ણવતા હતા. તેમણે BJP ને "દહીંમાં કાંકરા ન શોધવા"ની સલાહ આપી અને ઉમેર્યું કે, ગુજરાતમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરનારા અને સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કરનારા સૌપ્રથમ નહેરુ જ હતા.
વડાપ્રધાન મોદીનું કાશ્મીર પર નિવેદન
આ અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના એકતા નગરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની પરેડ બાદ સભાને સંબોધતા કહ્યું હતું કે, સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને ભારત સાથે જોડવા માંગતા હતા, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ એ તેમ થવા દીધું ન હતું. મોદી એ કહ્યું હતું કે, નહેરુજીએ પટેલની ઈચ્છા પૂર્ણ ન થવા દીધી, જેના કારણે કાશ્મીરનું વિભાજન થયું, એક અલગ બંધારણ અને ધ્વજ આપવામાં આવ્યો, અને કોંગ્રેસની આ ભૂલને કારણે દેશ દાયકાઓ સુધી પીડાતો રહ્યો. વડા પ્રધાન મોદીના આ નિવેદનના જવાબમાં જ મલ્લિકાર્જુન ખડગે એ આકરા પ્રહારો કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?