'સંચાર સાથી' આદેશ પરત: પ્રાઈવસીની જીત!
ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલેશનના આદેશને કેન્દ્ર સરકારે 24 કલાકમાં પાછો ખેંચ્યો; યુઝર્સની ગોપનીયત

'સંચાર સાથી' આદેશ પરત ખેચાયોં

'સંચાર સાથી' આદેશ પરત ખેચાયોં
કેન્દ્ર સરકાર દ્વારા તમામ નવા સ્માર્ટફોનમાં સાયબર સુરક્ષા માટેની 'સંચાર સાથી' (Sanchar Saathi) એપને ફરજિયાતપણે પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાના આદેશને ભારે વિરોધ બાદ પરત ખેંચવામાં આવ્યો છે. ગોપનીયતાના ભંગના ભય અને વિપક્ષના આકરા પ્રહારોને કારણે સરકારે માત્ર 24 કલાકની અંદર યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.
વિવાદ અને યુ-ટર્નનો ઘટનાક્રમકેન્દ્ર સરકારે 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને આદેશ આપ્યો હતો કે:
નવા સ્માર્ટફોન: આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં 'સંચાર સાથી' એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાની રહેશે.
જૂના સ્માર્ટફોન: જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ઉપયોગમાં છે, તેમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ (OTA) દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે.
આ આદેશ આવતા જ યુઝર્સની પ્રાઈવસી અને સર્વેલન્સ (જાસૂસી)ના મુદ્દે દેશભરમાં વિરોધ શરૂ થયો.
વિરોધનું કારણ: એવા અહેવાલો વહેતા થયા કે યુઝર્સ આ એપને ડિલીટ નહીં કરી શકે, જે ગોપનીયતાના અધિકાર (Right to Privacy - પુટ્ટાસ્વામી ચુકાદો 2017)નું ઉલ્લંઘન ગણાયું. વિપક્ષે તેને 'જાસૂસી એપ' ગણાવીને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
પ્રથમ સ્પષ્ટતા: વિવાદ વધતાં સરકારે પહેલાં એવી સ્પષ્ટતા કરી હતી કે એપ રાખવી ફરજિયાત નથી અને યુઝર્સ ઈચ્છે તો તેને ડિલીટ કરી શકશે.
આદેશ પરત ખેંચ્યો: આ સ્પષ્ટતાના માત્ર 24 કલાકમાં સરકારે નવો આદેશ આપીને ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલેશનના આદેશને પરત ખેંચી લીધો. સરકારે આ નિર્ણય પાછળનું કારણ આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં જ એપના યુઝર્સમાં 10 ગણો વધારો થયો છે અને 6 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે એપ ડાઉનલોડ કરી છે, જે એપની વધતી સ્વીકૃતિ દર્શાવે છે.
સરકારના મતે, 'સંચાર સાથી' એપનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ અને છેતરપિંડીથી નાગરિકોને સુરક્ષિત રાખવાનો છે. આ એપના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
સિમ કનેક્શન તપાસ: યુઝર પોતાના નામ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવેટ છે તે જાણી શકશે.
ખોવાયેલા ફોનની ફરિયાદ: મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો તેની રિપોર્ટ કરીને તેને બ્લોક પણ કરી શકાશે. (આ એપ દ્વારા અત્યાર સુધીમાં 26 લાખથી વધુ ચોરાયેલા/ખોવાયેલા ફોનની વિગતો મેળવવામાં આવી છે.)
ફ્રોડ રિપોર્ટિંગ (ચક્ષુ સુવિધા): છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંક, શંકાસ્પદ કોલ્સ/મેસેજ (જેમ કે લોન, KYC, બેંક ફ્રોડ)ની જાણ કરી શકાશે.
ડિવાઇસ ચેક: મોબાઇલ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ (IMEI ફ્રોડ) તે ચેક કરી શકાશે.
ઇન્ટરનેશનલ કોલ રિપોર્ટ: ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાય પણ કોલ ઇન્ટરનેશનલ હોય તો તેની રિપોર્ટ કરી શકાશે.
આ તમામ સુવિધાઓનો ઉપયોગ હાલમાં વેબસાઇટ પરથી કરવો પડે છે, પરંતુ એપ દ્વારા યુઝર તરત જ રિપોર્ટ કરી શકશે, જેનાથી IMEI નંબર યાદ રાખવાની જરૂરિયાત પણ દૂર થશે.
નિષ્ણાતો માને છે કે, એપનો ઉદ્દેશ્ય સારો હોવા છતાં, ગોપનીયતાની ચિંતાઓ વચ્ચે તેને ફરજિયાત બનાવવાનો નિર્ણય યોગ્ય નહોતો. હવે આદેશ પાછો ખેંચાતા, યુઝર્સ સ્વૈચ્છિક રીતે આ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!