બનાસકાંઠામાં નવી માગ, સરકાર પણ આવી ગઇ ચિંતામાં
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને માગણીઓ વધી

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને માગણીઓ વધી

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને માગણીઓ વધી
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા , કાંકરેજ , દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો હતો જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાનો હોમ ટાઉન હોવા છતાં રેલી થી દૂર રહીને સમર્થન આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને આજે એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. જેમાં કાંકરેજ દિયોદર ધાનેરામાં પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા ત્યારે હવે ભાભર વિસ્તારના લોકો પણ હવે આ વિરોધના સૂરમાં જોડાયા છે. ભાભર વિસ્તારના લોકોની માંગ છે કે દિયોદર અને ઓગડ જીલ્લો સરકાર દ્વારા બનાવવામાં આવે અને ભાભરનો સમાવેશ ઓગડ જિલ્લામાં કરવામાં આવે. આ માંગને લઈ આજે સવારે રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભાભર વિસ્તારમાં આ આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો. તમામ બજાર ચાલુ રહી હતી અને રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. અહીંના આંદોલનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં લોકો જોડાયા નથી પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો પણ ભાભર વિસ્તારના લોકો પોતાની માંગને લઈ જવા માટે તૈયાર છે ભાભર બજાર માંથી નીકળેલ રેલી નિષ્ફળ રહેતા ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા.
ભાભર શહેરના પૂર્વ પ્રમુખ અમરત માળીએ ક્યુ હતું કે કોંગ્રસ પ્રેરિત રેલી હતી તેથી અને ખોટી માંગ સાથે નીકળી હતી તેથી લોકો રેલી થી દૂર રહ્ય. ભાભર તાલુકાના લોકો વાવ થરાદ જિલ્લા ની રચનાને આવકારે છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભાભરમાં પણ આજે દિયોદર ને ઓગડ જીલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને બંધના એલાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈપણ જિલ્લાના વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જે તે સમયે રાજા રજવાડાઓમાં પણ જ્યારે જાગીરીની વહેંચણી થતી હતી તે સમય પણ લોકોના અભિપ્રાય લેવામાં આવતા હતા ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં ત્યારે વર્તમાન સમયના શાસકોએ તાનાશાહી ભર્યા વર્તન બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ કરવામાં આવ્યું છે ત્યારે ભાભર વિસ્તારના લોકોની જે માંગ છે કે દિયોદર ને ઓગડ જિલ્લો બનાવવામાં આવે તે માંગને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે દિયોદર માંથી ભાભરને અલગ તાલુકો બનાવવા માટે આંદોલન થયું હતું તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી મારા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?