રાહુલ ગાંધીનો હુમલો: 'હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ'
મતદાર યાદીમાં ગોટાળો: 'એક મહિલાએ ૨૨૩ વખત મતદાન કર્યું'; બિહારમાં પણ ભય

રાહુલનો BJP પર ફરી વોટ ચોરીનો આરોપ

રાહુલનો BJP પર ફરી વોટ ચોરીનો આરોપ
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં ચાલી રહેલા મતદાર યાદીના સુધારા અભિયાન (SIR)ને 'વોટ ચોરી' ગણાવીને આજે ફરી એકવાર સરકાર અને ચૂંટણી પંચ સામે મોટો હુમલો કર્યો હતો. તેમણે આ વખતે હરિયાણા રાજ્યનું ઉદાહરણ આપીને ગંભીર દાવા કર્યા હતા અને જણાવ્યું હતું કે જે હરિયાણામાં થયું, તે જ ગોટાળો હવે બિહારમાં પણ કરવામાં આવી રહ્યો છે.
બુધવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભારતમાં આ વોટ ચોરી કેન્દ્રીયકૃત (સેન્ટ્રલાઈઝ્ડ) રીતે થઈ રહી છે, જેનો સ્પષ્ટ હેતુ ભાજપને ફાયદો પહોંચાડવાનો છે.
LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi | Vote Chori - The H Files | AICC HQ, New Delhi. https://t.co/at2SahEnBt
— Congress (@INCIndia) November 5, 2025
હરિયાણામાં 'બ્રાઝિલિયન મોડેલ'નો દાવો
રાહુલ ગાંધીએ હરિયાણામાં થયેલી કથિત વોટ ચોરી પર ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા:
નકલી મતદારો: તેમણે દાવો કર્યો કે હરિયાણામાં ૨ કરોડ મતદારોમાંથી અંદાજે ૨૫ લાખ વોટની ચોરી થઈ છે, જેમાં ૫,૨૧,૬૧૯ ડુપ્લિકેટ મતદારો ઊભા કરાયા હતા.
એક જ ફોટો, અનેક વોટ: તેમણે એક સ્લાઇડ બતાવીને દાવો કર્યો કે એક જ બ્રાઝિલિયન મોડેલ મહિલાનો ફોટો ૨૨૩ વખત અલગ-અલગ નામ, ઉંમર અને સરનામાં સાથે મતદાર યાદીમાં છે, જેણે ૧૦ જેટલા બૂથ પર મતદાન કર્યું.
ડેટા વિસંગતતા: તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ સહિત તમામ સંકેતો કોંગ્રેસની જીત દર્શાવતા હતા, છતાં પરિણામ વિપરીત આવ્યું.
રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ પર પણ નિશાન સાધ્યું અને દાવો કર્યો કે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભાજપ સાથે જોડાયેલા હજારો લોકોએ પિતાના નામ બદલીને બંને રાજ્યોમાં મતદાન કર્યું છે.
બિહાર અને ચૂંટણી પંચ પર આરોપરાહુલ ગાંધીએ બિહારની ચૂંટણી પહેલા પણ વોટ ચોરીનો ભય વ્યક્ત કર્યો. તેમણે સ્ટેજ પર બિહારના કેટલાક મતદારોને આમંત્રિત કર્યા અને દાવો કર્યો કે મતદાર યાદીમાંથી તેમના આખા પરિવારના નામ દૂર કરી દેવામાં આવ્યા છે.
તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ સવાલ ઉઠાવ્યા. કમિશનરે દાવો કર્યો હતો કે જે બેઘર લોકો પાસે ઘર નથી, તેમના ઘરના નંબર શૂન્ય (૦) તરીકે નોંધાયેલા છે. આ અંગે રાહુલ ગાંધીએ ક્રોસ-ચેક કર્યાનો દાવો કરીને કહ્યું કે, કમિશનરે દેશના લોકોને 'ખુલ્લેઆમ ખોટું' બોલ્યા છે, કારણ કે વાસ્તવમાં આ શૂન્ય નંબરની એન્ટ્રીઓ નકલી છે.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે ટોચના ભાજપના નેતાઓ ચૂંટણી પંચ સાથે મળીને સરકાર ચોરી કરી રહ્યા છે અને હવે બિહારમાં પણ આવું કરવા માંગે છે. તેમણે દેશના યુવાનોને સત્ય અને અહિંસા દ્વારા લોકશાહી બચાવવા માટે અપીલ કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?