કડી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈ પોસ્ટર્સ વોર
ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચતા મામલો ચર્ચાસ્પદ બન્યો

કડી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈ પોસ્ટર્સ વોર

કડી શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈ પોસ્ટર્સ વોર
ભાજપના સંગઠનની સંરચના અંતર્ગત તાજેતરમાં મંડલ અને તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકા ભાજપની વરણીને લઈ સ્થાનિક કક્ષાએ વિરોધ થયા બાદ કડી તાલુકામાં પણ પોસ્ટર્સ વોર શરૂ થયુ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય કરશન સોલંકીના સમર્થકો વચ્ચે પોસ્ટર્સ વોર શરૂ થતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કડી તાલુકા અને શહેર ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચતાં તેની આગ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપને દઝાડે તેવી સંભાવના છે.
તાજેતરમાં કડી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે શૈલેષ ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ તરીકે જિજ્ઞેશ પટેલની વરણી કરવામાં આવી છે. વરણી થયા બાદ શહેર ભાજપ પ્રમુખ જિજ્ઞેશ પટેલને અભિનંદન આપતા કડી શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટર્સમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો મૂકવામાં આવ્યો છે. જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠાકોરને અભિનંદન નહી આપીને ધારાસભ્ય કરશન સોલંકીનો ફોટો મૂકવામાં આવ્યો નથી. તેના કારણે નવા વરાયેલા તાલુકા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોના સમર્થકોએ નારાજ થઈને પોસ્ટર્સ વોર શરૂ કર્યુ છે. જેમાં નવા વરાયેલા તાલુકા અને શહેર ભાજપ પ્રમુખને અભિનંદન આપી ધારાસભ્ય કરશન સોલંકીનો ફોટો મૂકીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો મૂકવાનું ટાળ્યુ છે. કડી શહેરના મુખ્ય માર્ગો ઉપર ચાલી રહેલું પોસ્ટર્સ વોર રાજકીય કાર્યકરોની સાથે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
કડી શહેર અને તાલુકા સંગઠન, સહકારી સંસ્થાઓ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વર્ચસ્વ જાળવી રાખવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને વર્ચસ્વ જમાવવા ધારાસભ્ય કરશન સોલંકી જૂથ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યુ છે. કડી એપીએમસીની ચૂંટણીથી શરૂ થયેલું કોલ્ડ વોર સંગઠનની સંરચનામાં ચરમસીમાએ પહોંચ્યુ છે. શહેર અને તાલુકા સંગઠનમાં પોતાના માણસોને ગોઠવવા માટે બંને નેતાઓએ જિલ્લા અને પ્રદેશ ભાજપ સુધી જોર લગાવ્યુ હતુ. તેના પગલે પ્રદેશ ભાજપે શહેર ભાજપ પ્રમુખ તરીકે નીતિન પટેલના માણસની તેમજ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ધારાસભ્યના માણસની વરણી કરી છે. વરણી થયા બાદ અભિનંદન આપવા બાબતે પોસ્ટર્સ વોર શરૂ થતાં કડી ભાજપમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે.
કડી શહેર અને તાલુકા ભાજપના સંગઠનની સંરચના સમયે ભાજપના જૂથવાદની સાથે જાતિવાદ પણ બહાર આવ્યો છે. પાટીદાર અને ઠાકોર સમાજની બહુમતી ધરાવતા કડી શહેર પ્રમુખ તરીકે પાટીદાર સમાજના અગ્રણીની વરણી થાય તો તાલુકા પ્રમુખ તરીકે બક્ષીપંચ સમાજના આગેવાનની વરણ કરવા ઠાકોર સમાજના પ્રમુખની માગણી કરી હતી. તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધારાસભ્યના માણસની વરણી ન થાય તો 1 હજાર કાર્યકરોએ રાજીનામા આપવાની ચીમકી પણ આપી હતી. જો કે, કડી પંથકમાં જૂથવાદની આગ પ્રદેશ સુધી પહોંચે તે પહેલાં પ્રદેશ ભાજપે બંને સમાજ વચ્ચે બેલેન્સ કરવા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ઠાકોર સમાજના આગેવાનની વરણી કરવાની ફરજ પડી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?