6 રાજ્યોની 8 લોકસભા બેઠકોના પરિણામો સામે રાજકીય પક્ષો વાંધો ઉઠાવે છે
92 મતદાન મથકોના ઈવીએમ મશીનો ચેક કરવા માંગ કરાઈ હતી


બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો સામે રાજકીય પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 6 રાજ્યોની 8 લોકસભા બેઠકો પર ઈવીએમના પરીક્ષણ માટે અરજીઓ દાખલ કરવામાં આવી છે. 92 મતદાન મથકોના મશીન ચેક કરવાની માંગ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ચૂંટણી પંચને ઈવીએમમાં ગેરરીતિની ફરિયાદો અંગે 8 અરજીઓ મળી છે. આ અરજીઓ ભાજપથી લઈને કોંગ્રેસ સુધીના રાજકીય પક્ષોએ કરી છે. મહારાષ્ટ્રના અહમદનગરથી ભાજપના ઉમેદવાર સુજય વિખે પાટીલે 40 મતદાન મથકો પર ઈવીએમ મશીનની ચકાસણીની માંગ કરી છે. વિખે પાટીલ NCP (શરદ પવાર) ના ઉમેદવાર નિલેશ લંકે સામે હારી ગયા હતા. ચૂંટણી પંચે શેર કરેલા ડેટા અનુસાર, આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપી અને તમિલનાડુમાં ડીએમકેના ઉમેદવારોએ પણ ઈવીએમ તપાસ માટે કોર્ટમાં અરજી કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 6 રાજ્યોની 8 સંસદીય બેઠકો પર ઈવીએમના પરીક્ષણ માટે અરજીઓ દાખલ કરી છે. 92 મતદાન મથકોના મશીનની ચકાસણી કરવાની રજૂઆત કરવામાં આવી છે. તેવી રીતે તમિલનાડુના વેલ્લોર અને તેલંગાણાની ઝહિરાબાદ બેઠકના ભાજપના ઉમેદવારોએ ઇવીએમની તપાસની માંગ કરી છે. હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ બેઠક અને છત્તીસગઢની કાંકેર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ ઈવીએમ તપાસની માંગ કરી છે. 1 જૂનના રોજ ચૂંટણી પંચે જારી કરેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર ચૂંટણી પરિણામમાં બીજા કે ત્રીજા નંબરે આવનાર ઉમેદવારોએ EVMની ચકાસણી માટે 47 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ EVM મેન્યુફેક્ચરિંગ કંપનીઓ BEL અને ECILને આપવામાં આવશે. જેઓ EVMનું પરીક્ષણ કરશે. મહત્વપૂર્ણ છે કે, 26 એપ્રિલે સુપ્રીમકોર્ટે ઈવીએમમાં છેડછાડના ભયને પાયાવિહોણા ગણાવી બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગને ફગાવી દીધી હતી. આ નિર્ણય આપતી વખતે જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ પોતે જ ઉઠાવવો પડશે. કોઈપણ સંજોગોમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોય તો ખર્ચ પરત કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!

રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! PM મોદીની કથિત ટિપ્પણી સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી પર રોક