ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા જ પ્રચારનો તડકો
શહેરોમાં રાજકીય ગરમાવો વધશે, ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો મેદાનમાં ઉતર્યા

ચૂંટણી

ચૂંટણી
રાજ્યની તમામ મહાનગરપાલીકા, પાલીકા,પંચાયતો સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,અમદાવાદ જિલ્લાના વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે.અમદાવાદની 48 વોર્ડ માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઉપરાંત જિલ્લા પંચાયતની 34 બેઠકો, ત્રણ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા જ રવિવારથી ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.સુરત,રાજકોટ,વડોદરા સહિતના શહેરોમાં ભાજપ,કોન્ગ્રેસ તથા આપના ઉમેદવારોએ રવિવારનો ફાયદો લઇ પ્રચાર કાર્ય શરુ કરી દીધો હતો તેમજ ગામડાઓમાં પણ આજે ઉમેદવારોની રેલીઓ જોવા મળી હતી.
ચૂંટણી મેદાનમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) સહિત અન્ય રાજકીય પક્ષો સાથે અપક્ષ ઉમેદવારો પણ સક્રિય બની ગયા છે. તમામ ઉમેદવારો પોતાના વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ રીતોથી પ્રચાર કરી રહ્યા છે. રાજ્યના શહેરોમાં અનેક વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી પ્રચારની વ્યૂહરચના ઘડીને કાર્યકરોને દિશા આપવામાં આવી રહી છે.ભાજપ કાર્યાલય શરુ કરવામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીથી આગળ રહ્યો હતો તેણે ઉમેદવારો જાહેર કરતાં પહેલા મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરી દીધા હતા.
આજે રાજ્યના વિવિધ શહેરો તથા નાના ટાઉનમાં પ્રચારના ભાગરૂપે કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક અભિયાન શરૂ કરશે, જેના દ્વારા સીધો મતદારો સાથે સંપર્ક સાધી પોતાના પક્ષના વિચાર અને વિકાસના વાયદાઓ રજૂ કરવામાં આવશે.
મતદારો સુધી પહોંચવા માટે પત્રિકા વિતરણ, પોસ્ટર-બેનર લગાવવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. શહેરના મુખ્ય માર્ગો, ચોરાહા અને રહેણાંક વિસ્તારોમાં રાજકીય પક્ષોના બેનર અને પોસ્ટરો દેખાવા લાગ્યા છે, જે ચૂંટણીના માહોલને વધુ જીવંત બનાવી રહ્યા છે.
ચૂંટણીની તારીખ નજીક આવતાં આગામી બે સપ્તાહ સુધી અમદાવાદમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળશે. વિવિધ પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે, જેના કારણે મતદારોને આકર્ષવા માટે પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે. હવે સૌની નજર મતદાન દિવસ અને પરિણામો પર ટકી રહી છે, જે શહેરના રાજકીય દિશાને નિર્ધારિત કરશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્ટ વિસ્તારની બેઠકો પર AIMIM ના ઉમેદવારોની દાવેદારી બાદ ચૂંટણી જંગ રસપ્રદ બન્યું છે. જેથી જમાલપુર, શાહપુર, દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડા સહિતની બેઠકો ઉપર ભારે રસાકસી જોવા મળશે. આ બેઠકો ઉપર ઉમેદવારો દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો