રાજકારણના દલાલો ભાજપની ઓળખાણ આપીને પોતાના કામ ફટાફટ કરાવી લે છે : નીતિન પટેલ
તેમણે કહ્યું કે ભાજપનું નામ દઇને કામ કરવાનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે

તેમણે કહ્યું કે ભાજપનું નામ દઇને કામ કરવાનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે

તેમણે કહ્યું કે ભાજપનું નામ દઇને કામ કરવાનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે
પૂર્વ DyCM નીતિન પટેલના નિવેદનથી BJPમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલ જે બોલે છે તેમાં તથ્ય હોય તો જ બોલે છે અને આજે તેમણે કડી તાલુકાના ડરણ ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકારણના દલાલો ભાજપની ઓળખાણ આપીને પોતાના કામ ફટાફટ કરાવી લેતા હોવાનું અને કરોડો કમાઇ જતા હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
મળેલી જાણકારી મુજબ મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી આ દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે અને આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે.
તેમણે કહ્યું કે ભાજપનું નામ દઇને કામ કરવાનારા આ દલાલો કરોડપતિ થઇ ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી પક્ષમાં ખળબળાટ મચી ગયો છે. આખા બોલા ગણાતા નીતિન પટેલ જે બોલે છે તેમાં તથ્ય હોય તો જ બોલે છે અને તેમના આ નિવેદનથી ફરી એક વાર રાજકારણ ગરમાઇ ગયું છે. તેમણે કોના તરફ તીર માર્યું છે તે વિશે પર પણ ભારે ચર્ચા થઇ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?