ગોંડલની ધરતી પર પાટીદાર Vs ક્ષત્રિય સમાજનું રવિવારે રાજકીય સમરાંગણ
પાટીદાર અને ક્ષત્રિય સમાજના યુવા નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોર જામ્યું

અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલ્યોઃ ગણેશ જાડેજાએ પણ આપી ચેતવણી

અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલ્યોઃ ગણેશ જાડેજાએ પણ આપી ચેતવણી
ગોંડલની ધરતી પર રવિવારે પાટીદાર વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનું રાજકીય સમરાંગણ થવા જઈ રહ્યું છે. પાટીદાર ઇને ક્ષત્રિય સમાજના યુવા નેતાઓ વચ્ચે રીતસરનું સોશિયલ મીડિયા વોર જામ્યુ છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ સુલતાનપુરમાં યોજાયેલી સભામાં અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ અને જીગીષા પટેલને ગોંડલમાં આવવા પડકાર ફેંક્યો હતો. ગણેશના પડકારને ઝીલી અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી કહ્યું કે ‘ગોંડલ, સ્વાગતની કરો તૈયારી’…‘આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ’..
ગોંડલના રાજકારણમાં મેદાને જંગ થવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. કેટલાક સમયથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે શરૂ થયેલું સોશિયલ મીડિયા વોર રાજકીય સમરાંગણમાં ફેરવાઈ ગયુ છે. ગોંડલના ભાજપના ધારાસભ્યના દીકરા ગણેશ જાડેજાએ બે દિવસ અગાઉ આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ પડકારને અલ્પેશ કથીરિયાએ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી”... આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. જ્યારે વરૂણ પટેલે કહ્યું કે ગોંડલમાં પાટીદાર યુવક પર અત્યાચાર થયો. ગુજરાત સરકાર ગુંડાઓ સામે અભિયાન ચલાવે છે તો ગોંડલમાં પણ આવું અભિયાન ચલાવાય. આ સોશિયલ મીડિયા વોરને લઈ ગોંડલનું રાજકારણ ગરમાયુ છે.
ગણેશ જાડેજાએ અલ્પેશ અને વરૂણને પડકાર ફેંક્યો
ત્રણ દિવસ પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા અને વરૂણ પટેલને ચીમકી આપી પડકાર ફેંક્યો હતો. ગણેશે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે. હિંમત હોય તો કાર્યકરોનો કોલર પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવી રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ વિરૂદ્ધ નારા પણ લગાવ્યા હતા.
ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ટાર્ગેટ કર્યો
ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે. પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે. માંનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું કે, મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જ્યારે જિગીષા પટેલને કહ્યું કે, તું તારું ઘર સાચવી નથી શકતી.
અમે ગોંડલ આવી રહ્યા છીએ: જિગીષા પટેલ
જિગીષા પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ગણેશ જાડેજાના પડકારનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે 'આશા છે કે આ જાહેરાત પછી તમને ઉંઘ તો આવી હશે. સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી 27 એપ્રિલને રવિવારે અલ્પેશભાઇ કથીરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવીએ છીએ. અપેક્ષા એવી પણ છે તમે તમારા પપ્પાને કહી, નગરપાલિકાનો ટેકો લઇ જેસીબીથી રોડ ખોદી ન નાખતા. ખાડા ખોદી ન નાખતા. જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું. ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે તમે સામૈયુ લઇને મેં કીંધુ તે પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે બે વાગે નહી પણ ધોળે દિવસે તમને દેખાય તે રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ.
ગણેશ જાડેજાએ પણ પડકાર ઝીલી જવાબ આપ્યો
ગોંડલના રાજકારણ મુદ્દે ઘણાં સમયથી પાટીદાર વિરૂદ્ધ ક્ષત્રિય વચ્ચે જૂથવાદ અને વાકયુદ્ધ ચાલી રહ્યું છે. અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને વરૂણ પટેલને જવાબ આપતાં ગણેશ જાડેજાએ લખ્યું કે ‘ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર છે. જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે.’
ગોંડલ સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
મહત્વપૂર્ણ છે કે, થોડાક દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં જાહેર સભા મળી હતી. જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીષા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે ગણેશ જાડેજાના પડકારને ઝીલી અલ્પેશ કથીરિયા 27 એપ્રિલે ગોંડલમાં જવાનું આહવાન કરતાં ગોંડલ સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!