PM @ 75 : સેવા, સંદેશ અને સમર્પણનો ઉત્સવ
PM મોદીના 75મા જન્મદિવસે દેશભરમાં સેવાકીય કાર્યોનું આયોજન, વૈશ્વિક શુભેચ્છાઓનો પ્રવાહ
PM મોદીનો 75મો જન્મદિવસ
PM મોદીનો 75મો જન્મદિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને અન્ય રાજકીય નેતાઓ સહિત દેશભરમાંથી તેમને શુભેચ્છાઓનો ધોધ વરસ્યો છે.
નેતાઓ દ્વારા શુભેચ્છાઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારતે વિજ્ઞાન અને સાંસ્કૃતિક વારસો બંને ક્ષેત્રે ગૌરવ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે સ્વદેશી કોવિડ વેક્સિન, સ્ટાર્ટઅપ્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં તેમના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, NCP(SP) નેતા શરદ પવાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ PM મોદીને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમને 'અદ્ભુત પરિશ્રમના શિખર' ગણાવ્યા. તેમણે કહ્યું કે PM મોદીએ દેશમાં મોટા લક્ષ્યો હાંસલ કરવાની સંસ્કૃતિ સ્થાપિત કરી છે અને તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી
ભાજપ દ્વારા PM મોદીના જન્મદિવસની ઉજવણી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડિયા' તરીકે કરવામાં આવશે. આ અંતર્ગત અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્તદાન કેમ્પ: ભારતમાં અને અન્ય 75 દેશોમાં 7,500થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમાં 4 હજાર બ્લડ બેન્ક, 5 હજાર ડોક્ટર્સ અને 25 હજાર લેબ ટેકનિશિયન્સ જોડાશે.
વૃક્ષારોપણ: સમગ્ર દેશમાં 15 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં 'એક વૃક્ષ માતાને નામ' જેવી પહેલનો પણ સમાવેશ થાય છે.
સ્વચ્છતા અભિયાન: દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
નવા અભિયાનો: મધ્ય પ્રદેશમાં PM મોદી 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનની શરૂઆત કરાવશે.
આ ઉજવણીઓ દર્શાવે છે કે PM મોદી માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક લોકપ્રિય જન-નેતા તરીકે સ્થાપિત થયા છે, જેમણે દેશના વિકાસ અને સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા