સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એક પણ સાંસદ નહીં
ગુજરાતના સાંસદો માટે સરમની વાત છે 26 હોવા છતા એકનું પણ નામ સાંસદ રત્ન પુરસ્કારમાં નહીં

ગુજરાતના 26 સાંસદો માટે શર્મની પળ, ખાસ કરીને ભાજપ માટે

ગુજરાતના 26 સાંસદો માટે શર્મની પળ, ખાસ કરીને ભાજપ માટે
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં અનુકરણીય પ્રદર્શન કરનારા 17 સાંસદોને ‘સંસદ રત્ન’ થી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં NCP-SP ના સુપ્રિયા સુલે, ભાજપના રવિ કિશન અને નિશિકાંત દુબે, શિવસેના (UBT) ના અરવિંદ સાવંત સહિત અનેક અગ્રણી નામો સામેલ છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ગુજરાતમાંથી એક પણ સાંસદનું નામ નથી.
જ્યુરી કમિટી દ્વારા પારદર્શક પસંદગી‘સંસદ રત્ન’ પુરસ્કાર માટે સંસદસભ્યોની પસંદગી એક વિશેષ જ્યુરી કમિટી દ્વારા કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે પારદર્શક માપદંડો પર આધારિત હોય છે. આ પુરસ્કાર, જેની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પ્રેરણાથી 2010 માં થઈ હતી, તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેનારા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સંસદસભ્યોને પ્રોત્સાહિત કરવાનો છે. ડો. કલામનો વિચાર હતો કે આવા સન્માનથી અન્ય સાંસદો પણ વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરાશે.
વિશેષ જ્યુરી પુરસ્કાર અને વિજેતાઓની યાદીઆ વર્ષના ‘સંસદ રત્ન’ સન્માનમાં ચાર વિશેષ જ્યુરી પુરસ્કાર પણ સામેલ છે, જે એવા સાંસદોને આપવામાં આવે છે જેમણે સંસદની લોકશાહીમાં સતત ત્રણ કાર્યકાળ સુધી યોગદાન આપ્યું છે. આ વિશેષ પુરસ્કાર વિજેતાઓમાં ભાજપના ભર્તૃહરી મહતાબ (ઓડિશા), કેરળની રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટીના એન. કે. પ્રેમચંદ્રન (કેરળ), મહારાષ્ટ્ર NCP-SP ના સાંસદ સુપ્રિયા સુલે (મહારાષ્ટ્ર), અને શિવસેનાના સાંસદ શ્રીરંગ અપ્પા બારણે (મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે.
અન્ય ‘સંસદ રત્ન’ વિજેતાઓ:
સ્મિતા વાઘ - ભાજપ, મહારાષ્ટ્ર
અરવિંદ સાવંત - શિવસેના (UBT), મહારાષ્ટ્ર
નરેશ મહસકે - શિવસેના, મહારાષ્ટ્ર
ગાયકવાડ વર્ષા એકનાથ - કોંગ્રેસ, મહારાષ્ટ્ર
મેધા કુલકર્ણી - ભાજપ, મહારાષ્ટ્ર
પ્રવીણ પટેલ - ભાજપ, ઉત્તર પ્રદેશ
રવિ કિશન - ભાજપ, ઉત્તર પ્રદેશ
નિશિકાંત દુબે - ભાજપ, ઝારખંડ
વિદ્યુત બરન મહતો - ભાજપ, ઝારખંડ
પી. પી. ચૌધરી - ભાજપ, રાજસ્થાન
મદન રાઠોડ - ભાજપ, રાજસ્થાન
સી. એન. અન્નાદુરૈ - DMK, તમિલનાડુ
દિલીપ સાઈકિયા - ભાજપ, આસામ
આ સન્માન સંસદમાં સાંસદોના યોગદાનને બિરદાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?