Pahalgam Attack બાદ ભારતનું આક્રમક વલણ, પાકિસ્તાન ભયભીત, ગૃહ મંત્રાલયનો મોટો આદેશ
ગૃહ મંત્રાલયે 7મી મેના રોજ દેશભરમાં નાગરિક સુરક્ષા માટે એર રેડ સાયરનની મોક ડ્રિલ કરવાનો આદેશ આપ્યો...

દુશ્મનોની ખેર નહીં, પાકિસ્તાનની હાર નિશ્ચિત...!

દુશ્મનોની ખેર નહીં, પાકિસ્તાનની હાર નિશ્ચિત...!
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે, જેના કારણે પાકિસ્તાન ભયભીત અને બેચેન થઈ ગયું છે. આ વચ્ચે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલયે અનેક રાજ્યોને આગામી 7 મી મેના રોજ નાગરિક સુરક્ષા માટે મોક ડ્રિલ (Mock Drill) કરવા જણાવ્યું છે.
જાણો ગૃહ મંત્રાલયનો આદેશ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મી મેના રોજ દેશના તમામ રાજ્યોને એર રેડ સાયરન (Air Raid Siren) સંબંધિત મોક ડ્રિલ કરવાના નિર્દેશો આપ્યા છે. રાજ્યોને હવાઈ હુમલા અંગે એલર્ટ કરનારા સાયરન લગાવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ (Civil Defence), વિદ્યાર્થીઓ અને નાગરિકોને એર રેડ સાયરનની સ્થિતિમાં બચાવ સંબંધિત તાલીમ આપવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં આ સાયરન વાગવા લાગે છે, જેથી લોકો આસપાસની કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાઈ શકે.
મોક ડ્રિલ દરમિયાન નીચેના પગલાં લેવામાં આવશે...
1. હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરનનું સંચાલન.
2. દુશ્મનાવટપૂર્ણ હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા માટે નાગરિક સુરક્ષાના પાસાઓ પર નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને તાલીમ.
3. ક્રેશ બ્લેક આઉટ (Crash Black Out)ના ઉપાયોની જોગવાઈ.
4. મહત્વપૂર્ણ પ્લાન્ટ્સ (Plants) અને સ્થાપનાઓને સમય પહેલાં છુપાવવાની જોગવાઈ.
5. સ્થળાંતર યોજનાનું અધ્યતનીકરણ અને તેની પૂર્વતૈયારી.
ગૃહ મંત્રાલયનો આ આદેશ પહેલગામ હુમલા (Pahalgam Attack) બાદ દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ભારત સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેવો સ્પષ્ટ સંદેશ આ મોક ડ્રિલ દ્વારા આપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!